અમેરિકાનો
દાવો : 2020માં એક વિસ્ફોટ થયો હતો, ડ્રેગન પરમાણુ તાકાત વધારી રહ્યું છે
વોશિંગ્ટન,
તા. 25 : અમેરિકા અને ચીન વચ્ચે પરમાણુ હથિયારોના
મામલે તાણ ફરી વધી ગઇ છે. અમેરિકી અધિકારીઓએ આરોપ મૂક્યો હતો કે, ચીને 2020માં ચુપચાપ
ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
અમેરિકી
વિદેશ વિભાગના સહાયક સચિવ ક્રિસ્ટોફર યેવે કહ્યું હતું કે, 22 જૂન, 2020ના ચીને તેના
લોપનૂરમાં પરીક્ષણ કરતાં અણુપરીક્ષણ મથક પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ 2.75ની તીવ્રતાનો
હતો, જેની જાણકારી પાડોશી દેશ કઝકસ્તાનનાં મથક પરથી મળી હતી. ક્રિસ્ટોફરે એ ધડાકાને
પરમાણુ વિસ્ફોટ લેખાવ્યો હતો. આ ધડાકો ભૂકંપ કે ખનનના વિસ્ફોટથી અલગ હતો.
ચીને
ઇરાદાપૂર્વક પોતાની અણુતાકાત વધારી છે. 2020થી અત્યાર સુધીમાં ચીનનાં પરમાણુ હથિયાર
200માંથી વધીને 600થી વધુ થઇ ગયાં છે. અનુમાન છે કે, 2030 સુધી આ સંખ્યા એક હજારથી
ઉપર પહોંચી જશે, તેવું અમેરિકી અધિકારીએ કહ્યું હતું.