જેરુસાલેમ, તા. ર6: ઈઝરાયલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બન્ને નેતાઓ વચ્ચે હસ્તાક્ષર કર્યા છે. બન્ને નેતાઓ વચ્ચે આજે (ર6 ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બન્ને નેતાઓને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને સંબાંધમાં અનેક સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે
કહ્યું છે કે, બન્ને દેશોના સંબંધો તમામ કસોટીઓમાં સફળ થયા છે. તેમણે ભવિષ્યમાં બન્ને
દેશો વચ્ચે થનારી સમજૂતીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ‘ટેકનોલોજી’ને
વધુમાં વધુ મહત્વ આપીને તેમાં ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં
બન્ને નેતાઓ વચ્ચે (1) સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો (ર) ક્રિટિકલ એન્ડ
ઈમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ (3) સેન્ટર ઓફ એક્સેલેન્સ અને વિલેજ ઓફ એક્સેલેન્સ (4)
ઈન્ડિયા ઈઝરાયેલ એકેડેમિક ફોરમ (પ) વિવિધ ક્ષેત્રોમાં રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી
અને કૃષિ (6) આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા મુદ્દે સમજૂતી થઈ છે.
નેતન્યાહુએ
પહેર્યો ભારતીય પોશાક
પ્રતિક્રિયા
આપતા પીએમ મોદીએ કહ્યું, શાનદાર, ભારતીય પરંપરા અને સંસ્કૃતિનુ સન્માન થયું
નવી
દિલ્હી, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વર્તમાન સમયે ઈઝરાયલના પ્રવાસે છે. બુધવારે ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહુ દ્વારા
એક સંયુક્ત ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નેતન્યાહુએ પારંપરિક ભારતીય
કપડાં પહેરીને પીએમ મોદીને ચોંકાવી દીધા હતા. નેતન્યાહુએ સફેદ રંગનો ફુલ સ્લીવ શર્ટ
પહેર્યો હતો અને ઉપર એક હળવા રાખોડી રંગની
બંડી પહેરી હતી. જેને આજકાલ મોદી જેકેટ પણ કહેવામાં આવે છે.
નેતન્યાહુએ
આ ક્ષણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કરતા લખ્યું હતું કે, સંયુક્ત ડિનર
પહેલા તેઓએ મિત્ર પીએમ મોદીને પારંપરિક ભારતીય કપડાં પહેરીને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ
પીએમમોદીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. ગુરુવારે પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા એક્સ
ઉપર લખ્યું હતું કે ખૂબ જ શાનદાર, ભારતીય પરિધાન પ્રત્યે નેતન્યાહુનો લગાવ ભારતની સમૃદ્ધ
સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે સન્માન બતાવે છે.
આ અગાઉ
બુધવારે પીએમ મોદીને ઈઝરાયલી સંસદના સર્વોચ્ચ સન્માન મેડલ ઓફ ધ નેસેટથી સન્માનિત કરવામાં
આવ્યા હતા. આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પહેલા વ્યક્તિ બન્યા હતા. વિદેશ મંત્રાલયના
પ્રવક્તા જયસ્વાલે એક્સ ઉપર કહ્યું હતું કે ઈઝરાયલી સંસદના સ્પીકર અમીર ઓહાનાએ પીએમ
મોદીનું આ મેડલથી સન્માન કર્યું હતું. પીએમ મોદીએ મેડલને બન્ને દેશ વચ્ચેની સ્થાયી
મિત્રતા અને લોકતાંત્રિક પરંપરાને સમર્પિત કર્યો હતો.