ભારતના વિક્રમી 4 વિકેટે 256 રનના જવાબમાં ઝિમ્બાબ્વેના 6 વિકેટે 184: અભિષેક, હાર્દિક અને તિલકની સટાસટી પછી અર્શદીપની 3 વિકેટ
ઝિમ્બાબ્વે
તરફથી બ્રાયન બેનેટના અણનમ 97 રન
ચેન્નાઇ
તા.26: બેટધરોના શાનદાર દેખાવથી ઝિમ્બાબ્વે સામેના સુપર-8 રાઉન્ડના નિર્ણાયક મેચમાં
ભારતનો 72 રને આક્રમક વિજય થયો હતો. આથી ભારતની સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે. ભારતીય
ટીમ માટે હવે રવિવારે રમાનારો વેસ્ટ ઇન્ડિઝ સામેનો મેચ કરો યા મરો સમાન બની રહેશે.
આ મેચમાં જે ટીમને જીત મળશે તે ટીમ ટી-20 વિશ્વ કપના સેમિ ફાઇનલમાં પહોંચી જશે. આજના
પહેલા મેચમાં આફ્રિકા સામે વિન્ડિઝની હાર થઇ હતી. આથી ભારત અને વિન્ડિઝ 2-2 પોઇન્ટ
પર સમાન છે. જો કે વિન્ડિઝનો નેટ રન ભારત કરના સારો 1.791 છે. આથી તે બીજા ક્રમે છે.
જયારે ટીમ ઇન્ડિયા ત્રીજા ક્રમે છે અને નેટ રન રેટ માઇનસ 0.100 છે. જયારે ઝિમ્બાબ્વે
ટીમની વિશ્વ કપ સફર સમાપ્ત સમાન છે. તેના માટે હવે સેમિના દ્રાર લગભગ બંધ છે.
ભારતના
4 વિકેટે 2પ6 રનના વિશાળ સ્કોર સામે ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 6 વિકેટે 184 રન થયા હતા.
ઝિમ્બાબ્વે તરફથી યુવા ઓપનિંગ બેટર બ્રાયન બેનેટે તેનું ચમત્કારિક ફોર્મ ચાલુ રાખીને
પ9 દડામાં 8 ચોક્કા અને 6 છક્કાથી અણનમ 97 રન કરી ભારતની મજબૂત બોલિંગ લાઇન અપ સામે
આતશી બેટિંગ કર્યું હતું. આ સિવાય કપ્તાન સિકંદર રઝાએ 31 રન કર્યાં હતા. ભારત તરફથી
અર્શદીપને 3 વિકેટ મળી હતી.
અગાઉ
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાનો ટોસ જીતની ચેપોક સ્ટેડિયમની સપાટ વિકેટ પર ભારતને
બેટિંગ આપવાનો નિર્ણય બુમરેંગ સાબિત થયો હતો. ભારતીય ટીમે પહેલા દડાથી જ હલ્લાબોલ કરીને
20 ઓવરમાં 4 વિકેટે 2પ6 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જે ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી
મોટો સ્કોર છે. જયારે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમનો સૌથી મોટો ટોટલ સ્કોર
છે.
અગાઉ
2007ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 4 વિકેટે 218 રન કર્યાં હતા. આ ઉપરાંત ભારતની
ઇનિંગમાં સૌથી વધુ 17 છક્કાનો પણ રેકોર્ડ બન્યો હતો. આ પહેલા ભારતે એક ઇનિંગમાં 1પ
છક્કા ફટકાર્યાં હતા. અભિષેક શર્મા (પપ), હાર્દિક પંડયા (પ0*) અને તિલક વર્મા (44*)ના
પાવર હિટિંગથી ચેપોક મેદાન પર રન રમખાણ સર્જાયુ હતું. ભારતે આખરી પ ઓવરમાં 80 અને પાવર
પ્લેમાં 80 રન કર્યાં હતા.
ફોર્મમાં
વાપસી કરનાર અભિષેક શર્માએ 30 દડામાં 4 ચોક્કા અને 4 છક્કાથી આતશી પપ રન કર્યાં હતા.
અભિષેકના સાથમાં ઇલેવનમાં વાપસી કરનાર સંજૂ સેમસને 1પ દડામાં 1 ચોક્કા-2 છક્કાથી
24 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જયારે ઇશાન કિશન 24 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી 38 રને
આઉટ થયો હતો. ભારતે પાવર પ્લેની 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 80 રન કરી આક્રમક શરૂઆત કરી
હતી.
આ પછી
કપ્તાન સૂર્યકુમારે ઝિમ્બાબ્વેના બોલર્સની ધોલાઇ કરીને 13 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી
33 રનની કેમિયો ઈનિંગ રમી ભારતની રન રફતાર વધુ તેજ કરી હતી. ડેથ ઓવર્સમાં હાર્દિક-તિલકની
જોડીએ પાવર હિટિંગ કર્યું હતું. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફકત
31 દડામાં 84 રનનો ઉમેરો થયો હતો.
હાર્દિક
પંડયાએ ઈનિંગના અંતિમ દડે છક્કો ફટકારી અર્ધસદી પૂરી કરી હતી. તે 23 દડામાં 2 ચોક્કા-4
છક્કાથી પ0 રને અને તિલક વર્મા 16 દડામાં 3 ચોક્કા-4 છક્કાથી 44 રને નોટઆઉટ રહ્યા હતા.
T-20
વિશ્વ કપમાં સૌથી મોટો સ્કોર
6/260 શ્રીલંકા વિ. કેન્યા 2007
4/2પ6 ભારત વિ. ઝિમ્બાબ્વે 2026
6/2પ4 વિન્ડિઝ વિ. ઝિમ્બાબ્વે 2026
પ/23પ આયરલેન્ડ વિ. ઓમાન 2026
8/230 ઇંગ્લેન્ડ વિ. દ.આફ્રિકા 2016
4/229 દ.આફ્રિકા વિ. ઇંગ્લેન્ડ 2016
T-20
વિશ્વ કપમાં ભારતનો સૌથી મોટો સ્કોર
4/2પ6 વિ. ઝિમ્બાબ્વે 2026
4/218 વિ. ઇંગ્લેન્ડ 2007
2/210 વિ. અફઘાનિસ્તાન 2021
9/209 વિ. નામીબિયા 2026
20પ/પ વિ. ઓસ્ટ્રેલિયા 2024