ગજેરાબંધુઓ
દેશ છોડી બેલ્જિયમ જતા રહ્યા હોવાની ચર્ચા
સુરત,
તા. 25 : હીરા અને બાંધકામ ઉદ્યોગમાં ટોચનું નામ ધરાવતાં લક્ષ્મી ગ્રુપના ગજેરા બંધુઓ
સામે સુરતના ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે 147 કરોડની છેતરાપિંડીનો ગુનો નોંધ્યો છે. હાઇ
કોર્ટના આદેશ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો તો નોંધ્યો પણ આ કિસ્સામાં તપાસનો વેગ
પકડાવો જોઈએ તે આવ્યો નથી. ઇકો સેલ (આર્થિક ગુના નિવારણ શાખા)ને ગજેરા બંધુઓમાંથી કોઈ
મળ્યા નથી.
આરોપીઓના
બેન્ક એકાઉન્ટની વિગતો અને કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરાઈ છે. મૂળ સૌરાષ્ટ્રના ગજેરા
બંધુઓ પર આર્થિક ગુનાનો કેસ નોંધાતા સુરતથી છેક સૌરાષ્ટ્ર સુધી ચર્ચાએ વેગ પકડયો છે.
રાજકીય પાર્ટીઓનાં મોટા માથાઓ સુધી ગજેરા બંધુઓની લાગવગ છે. જે મામલે પણ ફરિયાદી પ્રવીણ
દેવકીનંદન અગ્રવાલે એક મુલાકાતમાં ટાંક્યું હતું. ફરિયાદીએ બાંધકામના ધંધામાં ગજેરા
બંધુઓએ તેની સાથે છેતરાપિંડી કરી મોટું કૌભાંડ આચર્યાનો દાવો કર્યો છે. સુરતની ક્રાઇમ
બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાએ શહેરમાં ગજેરા બંધુઓનાં ઘરની તપાસ કરી છે પરંતુ ઇકો
સેલને કોઈ વિગતો કે વ્યક્તિઓ હજુ હાથે લાગ્યા નથી. ઇકો સેલ વિધિવત્ લૂકઆઉટ સર્ક્યુલર
જારી કરી દીધું છે પણ હજુ સુધી આ મામલે કોઈ માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર
ગજેરા બંધુઓ દેશ છોડી બેલ્જિયમ જતા રહ્યા હોવાનું કહેવાય છે.