• શનિવાર, 21 માર્ચ, 2026

ચોટીલા પાસે અકસ્માત : બે નાં મૃત્યુ

મઘરીખડા પાસે કાર પીકઅપ વાન સાથે અથડાયા બાદ કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ ટ્રક સાથે અથડાઈ 

ચોટીલા,તા.20 : ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના સેજપુરના ઠાકોર પરિવારને કાળ ભેટી ગયો છે. આજે સવારે ચોટીલા-અમદાવાદ હાઈવે પર મઘરીખડા ગામ પાસે કાર અને પીકઅપ વાન વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની કાર ચોટીલાથી 10 કિમી દૂર અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે મઘરીખડા પાસે પીકઅપ વાન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર રોડ પરથી અંદાજે 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ હતી અને હાઈવેની સાઈડમાં આવેલી હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા એક ટ્રક સાથે જઈ અથડાઈ હતી. આમ, પીકઅપ, કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સેજપુર (અમદાવાદ)ના ઠાકોર પરિવારના સોનાલીબેન કલ્પેશભાઈ ઠાકોર (ઉં.વ. 32) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 17) ના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે કલ્પેશ કનુભાઈ ઠાકોર અને કાર ચાલક હર્ષદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક