• શનિવાર, 21 માર્ચ, 2026

અમરેલીમાં શેર બજારમાં ઉંચા વળતરની લાલચે 1.22 કરોડની છેતરાપિંડી

પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ વળતર ઉપાડવા પ્રયાસ કરતા અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી  

અમરેલી,તા.20 : મુળ હરીયાણાના વતની અને હાલ જાફરાબાદ  તાલુકાના લુણસાપુર ગામે રહેતાં અને સિન્ટેક્ષ યાર્ન લીમીટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં એક હરીયાણાના વતનીને કોઈ કોઈ અજાણ્યા મોબાઇલ નંબરવાળા ચાર આરોપીઓએ 5ાફશતફ કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વાતચીત કરી અને આ જનરલ મેનેજરને ફાયદાવાળા શેરની માહીતી દેખાડી લોભ લાલચ આપી એપ્લિકેશન ડાઉનલૉર્ડ કરાવી લઈ જનરલ મેનેજર પાસેથી કુલ રૂપિયા 1,22,85,000 (એક કરોડ બાવીસ લાખ પંચ્ચાસી હજાર) ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરી ઓનલાઇન સાયબર ફ્રોડ કરી ગુનો કર્યાની આ જનરલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

આ બનાવમાં કોઈ અજાણ્યા મોબાઇલ નંબર વાળા  આરોપીએ ગત તા.29/1/26 થી તા.11/3/26 દરમ્યાન ફેસબુક એપ્લીકેશનની એડ મારફતે 5Paisa stock research (BUY/HOLD/SELL) નામની બનાવટી પોસ્ટથી એડ. આપી શેર માર્કેટમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપેલી હતી જેમાં મુળ હરીયાણાના વતની અને હાલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે રહેતાં અને સિન્ટેક્ષ યાર્ન લીમીટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં વિકાસ શ્રીરામસ્વરૂપ યાદવે વોટ્સએસ નંબર જેમાં શાલીની કુલકર્ણી નામના લખેલુ આવતું હતું તે વ્યકતીએ આ જનરલ મેનેજરને વોટ્સએપ ગ્રુપની લીંક મોકલી Z-79 5PAISA CAPITAL ACHIEVERS નામના ગ્રુપમાં એડ કરી અને આ જનરલ મેનેજરને ફાયદાવાળા શેરની માહીતી દેખાડી લોભ લાલચ આપી લીંક મોકલી 5PCLPMTAMAX નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં Z-55 - 5Paisa customer service center નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દીધાં હતાં. તેમાં કુલ ચાર વ્યક્તિએ મોબાઇલ નં. જે 5ાફશતફ કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વાતચીત કરી હતી. આ જનરલ મેનેજરને જુદી જુદી બેંકોના ખાતાઓની વિગતો મોકલી હતી. અને આ જનરલ મેનેજર પાસેથી કુલ રૂપિયા 1,22,85,000  ટ્રાન્સફર કરાવી અને 5 PCLPMTAMAX એપ્લીકેશનમાં થયેલા પ્રોફીટ ઉપાડવા માટે હજુ વધુ પચાસ લાખ ફી ચુકવ્યા બાદ જ જનરલ મેનેજરને તેના પૈસા મળશે નહીં તેવી ધમકી આપી તેમની સાથે ઠગાઇ કરી હતી જે અંગે મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલી છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક