• શનિવાર, 21 માર્ચ, 2026

પાકિસ્તાને હોકી વિશ્વ કપમાં ભારત સામેના મેચ બહિષ્કારનું નાટક શરૂ કર્યું

નવી દિલ્હી તા.20: પાકિસ્તાને ફરી નવું નાટક કર્યું છે. થોડા સમય અગાઉ ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેના મેચનો બહિષ્કાર જાહેર કર્યાં પછી નીચી મૂંડીએ મેચ રમનાર અને કારમી હાર સહન કરનાર પાકિસ્તાને હવે આગામી હોકી વર્લ્ડ કપના ભારત સામેના લીગ મેચનો બહિષ્કાર કરવાની પોકળ ચીમકી આપી છે.

નેધરલેન્ડ અને બેલ્જિયમ ખાતે 1પ ઓગસ્ટથી રમાનાર હોકી વર્લ્ડ કપના પુરુષ વિભાગમાં ભારત અને પાકિસ્તાન ટીમ એક જ ડી ગ્રુપમાં છે. પાક. હોકી સંઘના અધિકારીએ કહ્યું છે કે 19 ઓગસ્ટે રમાનાર ભારત સામેના મેચનો હિસ્સો બનવું કે નહીં તે હાલ નિશ્ચિત નથી. અમે સરકારની સૂચનાનું પાલન કરશું.

ઇ-પેપરના નવા શુલ્ક