• ગુરુવાર, 26 માર્ચ, 2026

ખાંભા પંથકમાં સસલાનો શિકાર કરતા બે શખસ ઝડપાયા

ખાંભા:  ખાંભા તાલુકાના ચક્રાવા ગામ નજીક વન્યજીવના શિકારની ઘટના સામે આવી છે. સસલાનો શિકાર કરતા બે શખસને વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં ભરત રામભાઈ વાઘેલા અને રાકેશ ભગવાનભાઈ ડોડિયાનો સમાવેશ થાય છે. વન વિભાગને ગુપ્ત બાતમી મળતાં ચક્રાવા ગામની આસપાસના વિસ્તારમાં નજર રાખવામાં આવી હતી. શંકાસ્પદ હલચલ દેખાતા બન્ને શખસને રોકી તપાસ કરવામાં આવતા તેમની પાસે સસલાનો શિકાર કરાયો હોવાના પુરાવા તેમજ ઉપયોગમાં લેવાયેલ સાધનો મળી આવ્યા હતા. વન વિભાગે બન્ને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી  મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં બન્ને સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી કુલ રૂપિયા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક