• શુક્રવાર, 27 માર્ચ, 2026

ગઢડા: માનસિક અસ્વસ્થ સગીરા પર 9 નરાધમ દ્વારા 6 મહિના સુધી ગેંગરેપ

 ગઢડા, તા.26: ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 14 વર્ષીય માનસિક વિકલાંગ સગીરા પર નવ શખસે છેલ્લા છ મહિનાથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી 9 પૈકી 8 આરોપીની ધરપકડ કરી લીધી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર સગીરા માનસિક અસ્વસ્થ હોવાથી અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આ લાચારીનો લાભ ઉઠાવી ગઢડાના 6 અને લાખણકાના 3 શખસે તેને ફોસલાવી ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. ગત 23 માર્ચ, 2026 સુધી છેલ્લા છ મહિના દરમિયાન લાખણકા ગામ અને ગઢડા પુલ નીચે નરાધમોએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

   થોડા દિવસો પહેલા સગીરા ઘરે મોડી પહોંચતા પિતાએ પૂછપરછ કરી હતી, જેમાં સગીરાએ પોતાની આપવીતી જણાવતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નારણ રાઠોડ, સુરેશ રાઠોડ, સોયબ ચૌહાણ, પૂર્વેશ ધોરપડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ અને દોલતાસિંહ પઢિયારની ધરપકડ કરી છે, જ્યારે હમીર ડાંગર નામના નવમા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક