• શુક્રવાર, 27 માર્ચ, 2026

RCBનું નામ બદલાશે નહીં : અનન્યા બિરલાની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.26: આઇપીએલ ઇતિહાસના સૌથી મોટા સોદા બાદ દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું નવા માલિકો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)નું નામ બદલશે ? 16706 કરોડની મોટી રકમથી આરસીબી ટીમ બિરલા અને ટાઇમ્સ ગ્રુપે ખરીદી છે. જો કે આ મામલે આદિત્ય બિરલા ગ્રુપની માલકિન ગણાતી યુવા અનન્યા બિરલાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. તેણીએ જણાવ્યું છે કે આરસીબી ફ્રેંચાઇઝી અને ઓળખમાં કોઇ ફેરફાર થશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક