• શુક્રવાર, 27 માર્ચ, 2026

IPLના બીજા તબક્કાનો કાર્યક્રમ જાહેર

24 મે સુધીના 50 મેચ 12 સ્થળ પર રમાશે: પ્લેઓફ મુકાબલાનું સમય પત્રક બાદમાં જાહેર થશે

મુંબઇ તા.26: બીસીસીઆઇએ આઇપીએલ-2026નું સંપૂર્ણ શેડયૂલ જાહેર કર્યું છે. અગાઉ 20 મેચનો કાર્યક્રમ જાહેર કર્યોં હતો. હવે 24 મે સુધી રમાનાર તમામ ગ્રુપ સ્ટેજ સુધીના મેચનું સમય પત્રક જાહેર થયું છે. જો કે બીસીસીઆઇએ પ્લેઓફ મુકાબલા વિશે કોઇ જાણકારી જાહેર કરી નથી. કુલ 12 વેન્યૂ પર આઇપીએલના બાકીના પ0 લીગ મેચ રમાશે. આજે જાહેર થયેલ બીજા તબકકાના કાર્યક્રમમાં 8 ડબલ હેડર છે. આઇપીએલની 19મી સીઝનની શરૂઆત શનિવારે થવાની છે. પહેલા મેચમાં આરસીબી અને સનરાઇઝર્સની ટકકર થવાની છે. હવે 24 મે સુધીના મેચોનો કાર્યક્રમ જાહેર થયો છે. જે 12 સ્થળ પર રમાશે. 13 એપ્રિલથી 24 મે સુધીના મેચના મેચો બેંગ્લુરુ, મુંબઇ, ચેન્નાઇ, કોલકતા, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, લખનઉ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદિગઢ ખાતે રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક