BCCIએ 2026-27નું હોમ શેડયૂલ જાહેર કર્યું
ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી મુખ્ય આકર્ષણ22 ડિસેમ્બરે રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ
ઝ-20 ટક્કર
મુંબઈ,
તા.26 : બીસીસીઆઇએ આગામી ઇન્ટરનેશનલ હોમ સીઝન 2026-27નો ટીમ ઇન્ડિયાનો શેડયૂલ જાહેર
કર્યો છે. આ સીઝનમાં ભારતીય ક્રિકેટ ટીમ કુલ 22 ઇન્ટરનેશનલ મેચ રમશે. જેમાં 9 વન ડે,
પ ટેસ્ટ મેચ અને 8 ટી-20 ઇન્ટરનેશનલ મેચ હશે. જે વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે
અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે રમાશે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીનો પહેલો મેચ
22 ડિસેમ્બરે રાજકોટમાં રમાશે. આ તમામ મુકાબલા 17 અલગ અલગ સ્થળ પર રમાશે.
ટીમ
ઇન્ડિયાની ઘરેલુ સીઝનની શરૂઆત 27 સપ્ટેમ્બર-2026થી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની વન ડે શ્રેણીથી
થશે. વિન્ડીઝ ટીમ ભારતમાં 3 વન ડે અને પ ટી-20 મેચ રમશે. આ પછી ડિસેમ્બર-2026માં શ્રીલંકા
ટીમ ભારત પ્રવાસે આવશે અને 3-3 મેચની વન ડે અને ટી-20 શ્રેણી રમશે. શ્રીલંકા સામેનો
ત્રીજો વન ડે મેચ અમદાવાદ ખાતે 19 ડિસેમ્બરે રમશે. આ પછી શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી
રમાશે. જેનો પહેલો મેચ 22 ડિસેમ્બરે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે.
જાન્યુઆરી-2027ની
શરૂઆતમાં ઝિમ્બાબ્વે ટીમ ભારત પ્રવાસે આવશે અને 3 મેચની વન ડે શ્રેણી રમશે. જેની શરૂઆત
3 જાન્યુઆરીથી કોલકતાથી થશે.
સીઝનનું
સૌથી મોટું આકર્ષણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બની રહેશે. ઓસ્ટ્રેલિયા ટીમ પ ટેસ્ટ મેચની
શ્રેણી માટે ભારત પ્રવાસે આવશે. શ્રેણીનો પહેલો મેચ 21 જાન્યુઆરીથી નાગપુરમાં રમાશે
જ્યારે અંતિમ ટેસ્ટ 27 ફેબ્રુઆરીથી અમદાવાદમાં રમાશે.
ટીમ
ઇન્ડિયાનો હોમ શેડયૂલ
વેસ્ટ
ઇન્ડિઝ 3 વન ડે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર ત્રિવેન્દ્રમ, ગુવાહાટી, ચંદિગઢ
વેસ્ટ
ઇન્ડિઝ પ ટી-20 6 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર લખનઉ, રાંચી, ઇન્દોર, હૈદરાબાદ, બેંગ્લુરુ
શ્રીલંકા 3 વન ડે 13
ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દિલ્હી, બેંગ્લુરુ,
અમદાવાદ
શ્રીલંકા 3 ટી-20 22થી
27 ડિસેમ્બર રાજકોટ, કટક, પૂણે
ઝિમ્બાબ્વે 3 વન ડે 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી કોલકતા,
હૈદરાબાદ, મુંબઈ
ઓસ્ટ્રેલિયા પ ટેસ્ટ 21 જાન્યુઆરીથી 3 માર્ચ નાગપુર,
ચેન્નાઇ, ગુવાહાટી, રાંચી, અમદાવાદ