• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સનાળિયા ગામે બાઇકના હપ્તા બાબતે રત્નકલાકાર પર હુમલો : 6 સામે ફરિયાદ

અમરેલી,તા.13: લીલીયા તાલુકાના સનાળિયા ગામે બાઇકના હપ્તા ભરવા બાબતે થયેલી બોલાચાલીમાં એક રત્નકલાકાર અને તેના સાથી પર કુહાડી અને પાઇપ જેવા જીવલેણ હથિયારોથી હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે રત્નકલાકાર યુવરાજભાઈ ભરતભાઈ ઢીમેચાએ 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ, યુવરાજભાઈએ ગામના જ અજય ભીખાભાઈ મકવાણાના નામે ફાઇનાન્સથી મોટરસાયકલ લીધી હતી અને હપ્તાના પૈસા અજયને આપતા હતા. જોકે, અજય હપ્તા ભરતો ન હોવાથી બંને વચ્ચે મનદુ:ખ થયું હતું. આ બાબતે ખોડલ હોટલ પાસે સમાધાનની વાતચીત ચાલી રહી હતી ત્યારે આરોપી અજય, તેનો ભાઈ સાગર અને અન્ય ચાર શખ્સોએ એકસંપ કરી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કુહાડી અને લોખંડના પાઇપ વડે મહેન્દ્રભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક