નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં વિશાળ જનસભાને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર ઉપર આકરો પ્રહાર કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, બંગાળ હવે સત્તા પરિવર્તનનું મન બનાવી ચૂક્યું છે. બંગાળમાંથી ટીએમસીની વિદાય નક્કી છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે ટીએમસીએ પાઈ પાઈનો હિસાબ
આપવો પડશે.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું
હતું કે, ટીએમસી સરકારનાં 15 વર્ષનાં શાસનમાં બંગાળ માત્ર બરબાદ થયું છે. તેમણે યુવાનોને
અપીલ કરતા કહ્યું હતું કે, જે યુવાનો પહેલી વખત મત આપવા જઈ રહ્યા છે તેઓ બંગાળનું ભવિષ્ય
નક્કી કરે. ટીએમસીએ છેલ્લાં 15 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, માત્ર કાળા કારનામા કર્યા
છે. સિલીગુડીને ઉત્તર બંગાળનું પ્રવેશદ્વાર બતાવતા પીએમએ કહ્યું હતું કે, ટીએમસીએ જાણી
જોઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ અને ટૂરિઝમને પાછળ રાખ્યા છે.