નવી દિલ્હી, તા. 13 : મહિલા અનામત ખરડા મુદ્દે સંસદના વિશેષ સત્રથી પહેલા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની મંશા ઉપર ગંભીર સવાલ કર્યા છે. સોનિયા ગાંધીએ એક લેખ મારફતે આરોપ મુક્યો હતો કે સરકાર મહિલા અનામતના મહત્વના મુદ્દે અસમાન્ય ઉતાવળ બતાવી રહી છે.જેનો હેતુ આગામી વિધાનસભા ચૂંટણીઓમાં રાજનીતિક લાભ ઉઠાવવાનો હોય શકે છે.
સોનિયા ગાંધીએ આરોપ મુક્યો હતો
કે, સરકારનો સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો હેતુ મહિલા અનામત નહી પણ સિમાંકન છે. આ કથિત
સીમાંકન ખુબ જ ખતરનાક છે અને સંવિધાનથી વિરૂદ્ધ છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મહિલા
અનામત જેવા મહત્વના મુદ્દે ચર્ચા અને સહમતિ જરૂરી છે પણ સરકાર કોઈપણ પર્યાપ્ત વિચાર
વિમર્શ કર્યા વિના ખરડાને આગળ વધારી રહી છે. કોંગ્રેસ નેતાએ માગણી કરી હતી કે પહેલા
વિધાનસભા ચૂંટણીઓ બાદ આ વિષય ઉપર સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે.