નવી દિલ્હી, તા. 12 : ડિજીટલ બેંકિંગને ભરોસાપાત્ર બનાવવા માટે બેંકિંગ પ્રણાલીમાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આરબીઆઈના નવા નિર્દેશ અનુસાર જો ડિજીટલ ફ્રોડના કારણે વ્યક્તિના ખાતામાંથી રકમ ઉપડે તો તેના માટે જવાબદાર બેંક બનશે અને ગ્રાહકને રૂપિયા પરત મળશે. જો કે ગ્રાહકોને પણ સતર્ક રહેવાની જરૂરીયાત છે.
જો બેંક સાબિત કરે કે ફ્રોડ ગ્રાહકની
ભૂલના કારણે થયો છે તો બેંક તેના માટે જવાબદાર ગણાશે નહી. 50,000 રૂપિયાથી ઓછાની છેતરપિંડી ઉપર તત્કાળ રૂપથી ગ્રાહકના ખાતામાં 25 હજાર રૂપિયા
જમા કરાવી દેવામાં આવશે. બાકીની રકમની ચૂકવણી માટે પ્રણાલી નક્કી કરવામાં આવશે. આગામી
એક જુલાઈથી ડિજીટલ બેંકિંગને વિશ્વાસપાત્ર અને સુરક્ષિત બનાવવા માટે આરબીઆઈના નવા નિર્દેશ
લાગુ થઈ શકે છે. આવી જ રીતે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં કોઈ છેતરપિંડી થશે તો ક્રેડિટ
કાર્ડ ડેટાનો ઉપયોગ કરીને ગ્રાહકને રકમ પરત કરી દેવામાં આવશે. બેંક અને કાર્ડ કંપની
પરસ્પર ઉકેલ કરતા રહેશે કે ભૂલ કોની છે.
જો કે ગ્રાહકોએ ધ્યાન રાખવું
પડશે કે કોઈપણ ઓટીપી શેર કરવામાં ન આવે. છેતરપિંડી માટે શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ
ન કરવામાં આવે.
બેંક તરફથી કોઈ સંદેશ આવે તો
તેને નજરઅંદાજ ન કરવામાં આવે. કોઈપણ લિંકની લાલચમાં આવીને ક્લીક ન થાય તેના માટે પણ
સતર્ક રહેવું પડશે.