જુનાગઢ,તા.15:જૂનાગઢના માખીયાળા પાસે રેન્જ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. બિલખાના મહમદ જમાલ માલવિયા અને ઈરફાન કાળવતર નામના બે શખ્સો ફેરિયાઓ પાસેથી અનાજ એકત્ર કરી તેને અન્ય રાજ્યોમાં વેચવાની પેરવીમાં હતા. પોલીસે ગોડાઉન અને ટ્રકમાંથી 23 હજાર કિલો ઘઉં તથા 17 હજાર કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો છે.
આ અગાઉ
બિલખામાંથી ઝડપાયેલા આ શખ્સોએ પોલીસથી બચવા માટે માખીયાળા નજીક ગોડાઉન ભાડે રાખ્યું
હતું. પોલીસે અનાજ અને ટ્રક મળી કુલ રૂ.18.85 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોની
ધરપકડ કરી છે. ગરીબો માટેના રાશનને બારોબાર વેચવાના આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું
છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર:
સાયબર ઠગોએ યુવાનના ખાતામાંથી રૂ.20 હજાર સેરવ્યા
વિસાવદર,
તા.15:વિસાવદરમાં બેન્ક ઓફ બરોડાના ખાતેદાર કૌશિકભાઈના ખાતામાંથી ગઠિયાઓએ બે ટપ્પે
રૂ.20,000 ઉપાડી લીધા હતા. ગત 10મી તારીખે રૂ. 10,000 અને ત્યારબાદ 14મીએ ફરી રૂ.10,000ની
છેતરાપિંડી આચરવામાં આવી હતી. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરવા છતાં ફરીથી નાણાં ઉપડી
જતા સાયબર સેલની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
બીજી તરફ, બેન્ક સત્તાવાળાઓ પણ આ મામલે સંતોષકારક જવાબ આપવાને બદલે પોતાની જવાબદારીમાંથી
હાથ ઊંચા કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. કોઈપણ વેરિફિકેશન વગર સાવિંગ ખાતામાંથી રકમ
ઉપડી જતા લોકોમાં ફાળ પડી છે. લોકો પોતાની પરસેવાની કમાણી બેન્કમાં સુરક્ષિત ન હોવાનું
અનુભવી રહ્યા છે.