• શનિવાર, 16 મે, 2026

ધાર ભોજશાળા સરસ્વતી મંદિર

ઈન્દોર હાઈ કેર્ટનો મોટો ચુકાદો : વૈજ્ઞાનિક તારણ ઉપરથી વિવાદાસ્પદ જગ્યાને સંસ્કૃત શિક્ષા કેન્દ્ર માની

મુસ્લિમ પક્ષને નમાજની જગ્યા માટે સરકારનો સંપર્ક કરવાની છૂટ આપી

ભોપાલ, તા. 15 : મધ્ય પ્રદેશના ધારની વિવાદાસ્પદ ભોજશાળા અને કમાલ મૌલા મસ્જિદ મામલે અંતે ઈન્દોર હાઈ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. હિંદુ પક્ષના વકીલ અનુસાર ભોજશાળા મંદિર-કમાલ મૌલા મસ્જિદ વિવાદમાં હાઈ કોર્ટે ભોજશાળાને હિંદુ મંદિર માન્યું છે. જૈન સમાજ અને મુસ્લિમ સમાજની અરજી હાઈ કોર્ટ દ્વારા ખારિજ કરવામાં આવી છે. આ દરમિયાન શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે ધાર શહેરમાં ફલેગ માર્ચ કાઢવામાં આવી હતી.

ચુકાદો આપતા હાઈ કોર્ટે કહ્યું હતું કે ભોજશાળાનું મૂળ સ્વરૂપ સંસ્કૃત શિક્ષા કેન્દ્રનું હતું. અદાલતે એએસઆઈ સરવે અને વૈજ્ઞાનિક અભ્યાસ ઉપર ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું કે પુરાતત્વ એક વિજ્ઞાન છે અને કોર્ટ વૈજ્ઞાનિક નિષ્કર્ષ ઉપર ભરોસો કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકારની સંવૈધાનિક જવાબદારી છે કે ઐતિહાસિક અને પુરાતત્વિક મહત્વની સંરચનાનું સંરક્ષણ કરે.  અદાલતે કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષને નમાજ માટે ધાર જીલ્લામાં અલગથી જમીન આપવા માટે સરકાર સાથે સંપર્ક કરવાની છૂટ આપવામાં આવી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને એએસઆઈને ભોજશાળા પરિસરના પ્રબંધન અને સંસ્કૃત શિક્ષા સંબંધિત નિર્ણય લેવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિંદૂ સમુદાય ભોજશાળાને દેવી સરસ્વતીને સમર્પિત મંદિર માને છે. જ્યારે મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ કહે છે. હવે એએસઆઈ રિપોર્ટ ઉપર ભરોસો રાખીને હાઈ કોર્ટે ભોજશાળા પરિસરને દેવી વાગ્દેવી સરસ્વતી મંદિર અને સંસ્કૃત શિક્ષા કેન્દ્ર માન્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક