• શનિવાર, 16 મે, 2026

1500 ડ્રોન, 100થી વધુ મિસાઈલ : રશિયાનો યુક્રેન ઉપર મોટો હુમલો

11 લોકોના મૃત્યુ અને 150થી વધારે ઈમારતોને નુકસાન

મોસ્કો, તા. 15 : રશિયાએ યુક્રેન ઉપર ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યારસુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત ઘણા પ્રમુખ શહેરો ઉપર 1560થી વધારે ડ્રોન અને અંદાજીત 160 મિસાઈલો છોડી હતી. આ હુમલામાં કીવમાં પાંચ અને અન્ય જગ્યાએ છ લોકો માર્યા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.

હુમલાથી નાગરીક સુવિધાઓને ભારે નુકસાન થયું હતું. યુક્રેને અમેરિકા અને ચીન સમક્ષ રશિયન હુમલા રોકાવવાનો અનુરોધ કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયાના મોટાભાગના ડ્રોન અને મિસાઈલ આકાશમાં જ નષ્ટ કરી દેવાયા હતા, જો કે જે બચી ગયા હતા તેણે યુક્રેની શહેરોમાં ભારે નુકસાન કર્યું હતું. વધુમાં નષ્ટ કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલના ટુકડાથી પણ ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ હતી. ડ્રોન હુમલામાં એક નવ માળની ઈમારત ધ્વસ્ત થઈ હતી. ઝેલેંસ્કી અનુસાર નવા રશિયન હુમલામાં 180 સ્થળોએ નુકસાન પહોંચ્યું હતું. જેમાંથી 50થી વધારે આવાસીય ભવન છે. કીવમાં પાણી અને વીજળી સપ્લાઈ બાધિત થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક