નવી દિલ્હી, તા.1પ: સમુદ્રી બાબતોનું નિયમન કરતાં ભારતનાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ(ડીજી શિપિંગ) દ્વારા ભારતીય નાવિકોનાં હિતમાં એક મોટું અને સખત પગલું ભરવામાં છે. એક નવા આદેશમાં 366 વિદેશી ઝંડાવાળા જહાજો ઉપર ભારતીય નાવિકોને કામ ઉપર રાખતા તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યા છે.
આ જહાજો ઉપર ભારતીય ખલાસીઓ સાથે
દુર્વ્યવહાર કરવા અને તેમને તેમનાં હાલ ઉપર છોડી દેવાનાં ગંભીર આરોપ લાગ્યા હતાં. આ
જહાજોમાં ખલાસીઓને વેતન ચૂકવાતું નહોતું, ફરજ દરમિયાન મૃત્યુ કે લાપતા થયા તો તેમનાં
પરિવારોને વળતર ચૂકવાતું નહોતું, મુશ્કેલ સમયમાં તેમને ભારત પરત પહોંચાડવામાં સહાયતા
આપવામાં આવતી નહોતી અને અનુચિત પરેશાનીમાં મૂકવા સહિતનાં આરોપો હતાં. ભારતીય નાવિકો
સાથે આવા ગેરવર્તન કરનારા 366 જહાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાંથી
278ને પ્રતિબંધિત અને 88ને બ્લેકલિસ્ટેડ કરી દેવામાં આવ્યા છે.