• શનિવાર, 16 મે, 2026

ઈબોલાનો કહેર : કોંગોમાં 65 સંક્રમિતના મૃત્યુ ઈબોલા સંક્રમણના 246થી વધારે કેસ સામે આવ્યા

નવી દિલ્હી, તા. 15 : ખતરનાક ઈબોલા વાયરલ રિપબ્લિક ઓફ કોંગોમાં કહેર વરસાવી રહ્યો છે. જાણકારી અનુસાર ઈબોલા વાયરસથી સંક્રમિત અંદાજીત 65 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 100થી વધારેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કોંગોમાં ઈબોલા સંક્રમણના 246 કેસ સામે આવી ચુક્યા છે. જાણકારી અનુસાર ટેસ્ટ કરવામાં આવેલા દર 20 સેમ્પલમાંથી 13 લોકો સંક્રમિત મળી આવ્યા હતા.

2018થી 20020 દરમિયાન કોંગોમાં ઈબોલાથી ઘણા મૃત્યુ થયા હતા. આ દરમિયાન અંદાજીત 3000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે બૂનિયામાં પણ ઈબોલા વાયરસથી બે હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. ઈબોલાને દુનિયાના સૌથી ખતરનાક વાયરસમાંથી એક ગણવામાં આવે છે. જેનાથી સંક્રમિત 90 ટકા લોકો જીવ ગુમાવે છે. રિપોર્ટ અનુસાર ઈબોલા માત્ર ત્રણ જ દિવસમાં કોઈનો જીવ લઈ શકે છે. આ વાયરસ અડવાથી કે આસપાસ રહેવાથી પણ ફેલાઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક