ગળાફાંસો ખાઈ લીધાનું પોલીસને જણાવ્યા બાદ પૂછપરછમાં પતિ ભાંગી પડયો
કોડિનાર, તા. ર6: કોડિનાર તાલુકાના
દેવલપુર ગામે જમવાની માથાકૂટમાં પતિએ પત્નીને ગળાટૂંપો આપી દીધો હોવાની ઘટના સામે આવી
છે.
કોડિનાર તાલુકાના દેવલપુર ગામના
રવિભાઈ બાલુભાઈ સોલંકી (ઉં.21) ના એ જ ગામની રાધીકા સાથે 3 મહિના અગાઉ લગ્ન થયા હતા.
જેના સુખી સંસારમાં છેલ્લા 3 દિવસ થી ખાવા બાબતે માથા કૂટ ચાલતી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા
પતિ એ રાત્રે ગળાટૂંપો આપી હત્યા કરી હતી.
જ્યારે પતિ રવિ સોલંકીએ સવારે ઉઠીને કહ્યું હતું કે પત્ની રાત્રે ગળા ફાસો
ખાઈ ગઇ છે. આ મામલે પોલીસને બોલાવવામાં આવી હતી. જેમાં પોલીસને શંકા જતા જામનગર ફોરેન્સિક
રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા દરમિયાન પીઆઈ એન વી હરિયાણીની સૂચના મુજબ રાઇટર દિનેશભાઈ.
તથા સહદેવાસિંહ ભાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને મૃતક ના પતિ રવિને
પૂછતાછ કરતા ભાંગી પડયો હતો અને જણાવ્યું હતું કે ત્રણ દિવસ થી જમતી નથી, જેમાં માથાકૂટ
થતા રસ્સીથી ગળાટૂંપો આપી મારી નાખી હતી.
આ મામલે આરોપીને પોલીસે કસ્ટડીમાં
લીધો છે આ બનાવ તા.24.5 ના બન્યો હતો અને આજે ત્રીજા દિવસે હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો
હતો.