ખુલ્લી તલવારો સાથે ઘરમાં ઘૂસી ગુનાહિત ઇતિહાસ ધરાવતા સખસનો આતંક
વલભીપુર, તા.13: વલભીપુરમાં આવેલી ભટ્ટશેરી વિસ્તારમાં
બપોરે અને સાંજના સમયે હથિયાર સાથે આવેલા ત્રણ શખસએ રીતસર ધાક જમાવવા માટે તલવારો સાથે
ધસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
શહેરમાં ભટ્ટશેરી વિસ્તારમાં રહેતા અને આ કામના ફરીયાદી મહિલા ગીતાબેન ઘનશ્યામભાઈ ગોહેલ
એ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના ઘરે હતા ત્યારે સવારના
10 વાગ્યે અમારી શેરીમાં રહેતા હર્ષ દેવેન્દ્રભાઈ મકવાણા આવેલા અને કહેલુ કે તમારા
દીકરા હર્ષ ને સમજાવી દેજો ત્યારપછી ફરિયાદીના પૂત્ર ઘરે આવેલા અને જણાવેલું કે મને
હરેશભાઈ ઉમેદભાઈ મકવાણાનો ફોન હતો કે તું દોઢ વાગે ચોકમાં આવ તારી સાથે વાત કરવી છે
જેથી મેં જવાની ના પાડી એટલે આ કામના આરોપીએ 1. ભરતભાઈ ભુરાભાઈ ચાડ. 2, હરેશ ઉમેદભાઈ
મકવાણા અને હર્ષ દેવેન્દ્ર ભાઈ મકવાણા તમામ ત્રણેય રહે ભટ્ટશેરી વલભીપુરનાઓએ ફરિયાદીના
ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં આવી મારા દીકરાને ફોન કરીને બહાર બોલાવેલો પણ મેં બહાર
જવાની ના પાડેલી અને હું તેમજ મારી દીકરી બહાર ગયેલા તો મને અને મારી દીકરીને બીભત્સ
ગાળો બોલવા લાગ્યા અને અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા પછી પાડોશીઓ વચ્ચે આવતા આ ત્રણેય
શખસ ગાળો બોલતા બોલતા જતા રહેલા
ત્યારપછી સાંજના 6 વાગ્યાની આસપાસ મારા જેઠાણી દેવીબેન
દોડીને મારા ઘરે આવ્યાને કહ્યું કે તમે ઘર બંધ કરી દ્યો આ ત્રણેય જણા તલવારો લઇને તમને
મારવા આવ્યા છે આ સમયે આ ત્રણેય શખસ સાથે એક અજાણ્યો ઇસમ પણ હતો તેના હાથમાં પણ તલવાર
હતી આ સમયે શેરીમાં રહેતા માણસો ભેગા થઇ જતા અને વચ્ચે પડતા બચાવી લીધેલા અને જતા જતા
આ ચારેય શખ્સો ધમકી આપતા ગયેલા કે આજે તો તમે બચી ગયા છો પણ હવે જો સામા મળ્યા તો જાનથી
મારી નાખીશું પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.