નવી દિલ્હી તા.12: ભારતના પૂર્વ દિગ્ગજ નિશાનેબાજ અને કોચ જસપાલ રાણાનું નિધન થયું છે. 49 વર્ષીય જસપાલ રાણાએ આજે દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. રાણાની ગત સપ્તાહે તબિયત લથડી હતી અને હૃદય સંબંધી ઇલાજ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેમનું નિધન થયું છે. જસપાલ રાણાના નિધન પર પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્વૌપદી મૂર્મુએ શ્રધ્ધાંજલી પાઠવી શોક પ્રદર્શિત કર્યાં હતા. કોચ જસપાલ રાણાના માર્ગદર્શનમાં મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. જસપાલ રાણાએ તેની કેરિયર દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 1પ મેડલ જીત્યા હતા, જેમાં 9 ગોલ્ડ મેડલ હતા.