નવી દિલ્હી, તા. 12 : ઉદ્યોગપતિ એલન મસ્ક વિશ્વના પ્રથમ ખરબપતિ બની ગયા છે. તેમની સંપત્તિમાં ગુરૂવારે 303 અબજ ડોલરનો ઉછાળો સ્પેસએક્સના આઈપીઓથી આવ્યો હતો. એલન મસ્ક હવે તાઈવાન (976.72 અબજ ડોલર), આયર્લેન્ડ (779.38 અબજ ડોલર), બેલ્જિયમ (776.73 અબજ ડોલર), સ્વીડન (760.48 અબજ ડોલર), ઈઝરાયલ (719.85 અબજ ડોલર), આર્જેન્ટીના (688.38 અબજ ડોલર) જેવા દેશોથી પણ અમીર બની ગયા છે. મસ્કની કુલ નેટવર્થ આ તમામ દેશોની જીડીપી કરતા વધારે છે.