• રવિવાર, 14 જૂન, 2026

ઓસ્ટ્રેલિયન ઓપન સેમીફાઇનલમાં સિંધુને હાર

જાપાની ખેલાડી યામાગુચી 20-22,12-21થી જીતી

 

સિડની, તા. 13 : ભારતની બેડમિંટન સ્ટાર પી વી સિંધુ શનિવારે ઓસ્ટ્રેલિયા ઓપનના સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે હારી હતી. જેનાથી સિંધુની બીડબલ્યૂએ ખિતાબની રાહ યથાવત્ રહી છે. આ સાથે વર્ષના પહેલાં ખિતાબથી પણ હાથ ધોવા પડયા છે. સિંધુએ પહેલા ગેમમાં ટક્કર આપી હતી પણ 43 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં યામાગુચી સામે 20-22, 12-21થી હારી હતી.

સિધુ બહાર થવાની સાથે જ બીડબલ્યૂએ ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટૂર્નામેન્ટમાં ભારતનું અભિયાન સામાપ્ત થયું છે. સિંધુએ પહેલાં ગેમમાં યામાગુચીના દરેક પ્રહારનો જવાબ આપ્યો હતો પણ જાપાની ખેલાડીએ સંયમનો પરિચય આપતા પહેલી ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં યામાગુચીએ સતત 8 અંક બનાવીને 13-6ની બઢત બનાવી હતી અને અંત સુધી દબદબો જાળવીને  મેચમાં જીત મેળવી હતી. હવે જાપાની ખેલાડી ખિતાબી મુકાબલામાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે ટકરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક