પહેલીવાર ભારતની 14 દીકરી આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટને કમિશન
નવી
દિલ્હી, તા. 13 : આજે 13 જૂન-2026નો દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત
ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા પાસ કરનારી
દેશની 14 દીકરી એક વર્ષની કપરી ટ્રાનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં
ઓફિસર બની ગઈ છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ
એરફોર્સ એકેડમીમાં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરેડ (POP) બાદ આ તમામ દીકરીઓ દેશની
સેવામાં કમિશન થઈ છે. આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સેનાના ઇતિહાસમાં આવું પહેલીવાર
બની રહ્યું છે.
94
વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ તક હતી જ્યારે
9 મહિલા કેડેટે પુરુષ કેડેટ્સની સાથે ખભાથી ખભો મિલાવીને લાસ્ટ સ્ટેપ પાર કર્યો અને
ભારતીય થલસેનામાં સૈન્ય અધિકારી બની. જ્યારે ચેટવૂડ બિલ્ડિંગની સામે આ દીકરીઓએ ડ્રિલ
સ્ક્વેરમાં કદમતાલ મિલાવ્યા, ત્યારે આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.
આર્મીને
9 અને એરફોર્સને 5 મહિલા ઓફિસર્સ મળ્યા, આ ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન દેશને
કુલ 746 નવા સૈન્ય અધિકારી મળ્યા છે. વિશેષ વાત એ છે કે, દેહરાદૂન એકેડમીમાંથી આ વખતે
16 મિત્ર દેશના 34 વિદેશી કેડેટે પણ ટ્રાનિંગ પૂરી કરી છે, જે ભારતની વૈશ્વિક સૈન્ય
તાકાત દર્શાવે છે.
અગાઉ
મહિલાઓ માટે ગઉઅના દરવાજા બંધ હતા અને તેઓ માત્ર શોર્ટ સર્વિસ કમિશન, ચેન્નાઈની ઘઝઅ
અથવા મેડિકલ સર્વિસ દ્વારા જ સેનામાં જોડાઈ શકતી હતી, પરંતુ જૂન 2022માં સુપ્રીમ કોર્ટે
એક ઐતિહાસિક આદેશ આપ્યો, જેના પછી ઓગસ્ટ 2022માં મહિલા કેડેટ્સની પ્રથમ બેચે ગઉઅમાં
પ્રવેશ મેળવ્યો. 3 વર્ષની આકરી મહેનત બાદ મે 2025માં 18 મહિલા કેડેટ્સ ગ્રેજ્યુએટ થઈ
હતી, જેમાંથી 9 દીકરીએ ભારતીય આર્મી પસંદ કરી અને એક વર્ષની આકરી ટ્રાનિંગ બાદ આજે
દેશની રક્ષક બની ગઈ.
‘ભારત
માતા, તેરી કસમ તેરે રક્ષક બનેંગે હમ...’ના ગગનભેદી નારાઓ અને ઈંખઅના સત્તાવાર ગીતની
ધૂન વચ્ચે જ્યારે જેન્ટલમેન અને લેડી કેડેટ્સ કદમતાલ કરતા આગળ વધ્યા, ત્યારે ત્યાં
હાજર તેમના માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વાલીઓ પોતાની દીકરીઓ અને
દીકરાઓને સેનાની વરદીમાં સ્ટાર્સ સાથે સજ્જ જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા.
આ ઐતિહાસિક
ક્ષણના સાક્ષી બનવા માટે દેહરાદૂનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને હૈદરાબાદમાં
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શેઠને
દેશની સેનાનું સુકાન
નવી
દિલ્હી, તા. 13 : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના આગામી વડા (Chief of the
Army Staff) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ
વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નિવૃત્તિ બાદ, 30 જૂન-2026ના બપોર પછી
જનરલના સત્તાવાર રેન્ક સાથે પોતાનો પદભાર ગ્રહણ કરશે.
હાલમાં લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભારતીય સેનાના વાઇસ
ચીફ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની આ સર્વોચ્ચ પદ પરની પસંદગી સેનામાં તેમના
લાંબા અને શાનદાર ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ
ધીરજ શેઠ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ ‘આર્મ્ડ કોર્પ્સ’ના
એક પ્રતિષ્ઠિત અધિકારી છે.
તેઓ
ભારતીય સેનામાં આશરે ચાર દાયકા એટલે કે લગભગ 40 વર્ષનો વ્યાપક અને પ્રતિષ્ઠિત સૈન્ય
સેવાનો અનુભવ ધરાવે છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે દેશના વિવિધ ઓપરેશનલ અને સંસ્થાકીય
ક્ષેત્રોમાં વ્યાપક કમાન્ડ, સ્ટાફ અને વ્યૂહાત્મક (Strategic) પદો પર સફળતાપૂર્વક નેતૃત્વ
કર્યું છે.
દેશ
પ્રત્યેની તેમની અપ્રતિમ અને વિશિષ્ટ સેવાઓ બદલ તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ
યુદ્ધ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) જેવા સર્વોચ્ચ સૈન્ય સન્માનોથી નવાજવામાં
આવ્યા છે.
વર્તમાન
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આગામી 30 જૂન 2026ના સેનાના વડા તરીકે નિવૃત્ત થઈ
રહ્યા છે. તેમની નિવૃત્તિની સાથે જ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભારતીય સૈન્યના નવા વડા
તરીકે કમાન્ડ પોતાના હાથમાં લેશે.
સંરક્ષણ
ક્ષેત્રના વિશ્લેષકોના મતે, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય (Geopolitical)
સ્થિતિ વચ્ચે સેનાના આધુનિકીકરણ અને આત્મનિર્ભરતાના મિશનને આગળ ધપાવવામાં નવા આર્મી
ચીફનો અનુભવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.