• શનિવાર, 13 જૂન, 2026

ઉત્તરપ્રદેશની મતદારયાદીમાંથી સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ !

અમેઠી, તા. 12 : ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદીમાંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

આ હાઈપ્રોફાઈલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.

મળતી વિગતો અનુસાર, સ્મૃતિ ઇરાનીએ વર્ષ 2021માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં 11 વિઘા જમીન ખરીદી હતી. ત્યારબાદ 29 જુલાઈ, 2021ના રોજ તેમના પુત્ર જોહર ઇરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્યો હતો. ઘર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયાં બાદ 22 ફેબ્રુઆરી, 2024ના રોજ તેમણે ગૃહપ્રવેશ કર્યો હતો.

અમેઠીના જિલ્લાધિકારી સંજય ચૌહાણે જણાવ્યું કે, ‘પંચાયત ચૂંટણીની મતદાતા યાદીમાં નામ સામેલ કરાવવા માટે સામાન્ય ચૂંટણી કરતાં અલગથી નિયમ મુજબનું અરજીપત્રક ભરવું પડે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક