તળાજા,તા.13:તળાજા પંથકના દરિયા કિનારેની રેતીની કુદરતી દીવાલ છે દરિયાના ખારાપાણી સામેની એજ રેતી દરરોજ ખનન થઈરહી છે.મીઠીવીરડી થી લઈને છેક ઉંચા કોટડાના દરિયા કિનારે સુધી ખનન માફિયાઓ એટલા બેખૌફ બન્યા છે કે સરપંચ, ઉપ સરપંચ ને ધમકીઓ, ગ્રામ પંચાયતના સભ્યોના ટાંટિયા ભાંગી નાખવા લાગ્યા છે. ખંઢેરા ગામના ઉપસરપંચને ગઈકાલે મધુવન ના ઇસમે ખનનતો થશે જ કહી અપશબ્દો કહ્યાના મામલે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
દરિયાની રેતી ચોરવી એ કુદરતી સંપદાને મોટુ નુકશાન
પહોચાડવાનું કાર્ય છે. પાંચ પચીસ ઇસમોના ફાયદા માટે હજારો વીઘા જમીન, મૂંગા પશુઓ, હજારો
ખેડૂતો અને દરિયા કિનારે આવેલા ગામના હજારો લોકોને ખનન માફિયાઓ અકલ્પનિય નુકશાન પહોંચાડી
રહ્યા છે. રેતી ખનન કરતા ઈસમો સામે ખાણ ખનીજ ઉપરાંત ફોરેસ્ટ, પોલીસ, રેવન્યુ કર્મીઓ
પણ કાયદાકીય પગલાં ભરી શકે છે. ખનનકર્તાઓને કડક હાથે ડામી શકે છે પરંતુ તળાજા પંથકને
લાગે વળગે છે ત્યાં સુધી આ તમામ વિભાગો ચૂપકીદી સેવી રહ્યા છે.
દાઠા પોલીસ તાબામાં મોટો દરિયા કિનારો આવે છે. ખંઢેરા
ગામના ઉપ સરપંચ ગુલાબાસિંહ જશુભા રાઠોડએ નોંધાવેલી ફરિયાદમાં ગઈકાલે સરપંચ મહેશભાઈ
સાથે હતા તે સમય દરમ્યાન ફોન આવેલો હતો. ફોન કરનાર જયુભા બોસ મધુવનથી બોલું છું કહી
ખંઢેરામાં રેતી કાઢે છે તો તું આડો કેમ આવે છે?
ત્યાં રેતી કાઢે છે એ તો કાઢશે જ,પરંતુ હવે મારું ટ્રેકટર પણ આવશે. રોકાવી લેજે,
તારે ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજે. રાત્રીથી સવાર સુધી થતા ખનન સામે પોલીસ ફરિયાદ
નોંધવા સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.