વીરપુર, તા.25:યાત્રાધામ વીરપુરમાં 24 જુલાઈના રોજ વહેલી સવારે પાણીનાં ધસમસતા પ્રવાહમાં ઇલેક્ટ્રિક કાર તણાઈ જવાની દુર્ઘટના સામે આવી હતી, જેમાં જઉછિ, વીરપુર પોલીસ, ગ્રામ્ય મામલતદાર અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે 26 કલાક સુધી સઘન રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને અંતે કાર જ્યાં તણાઈ હતી ત્યાંથી આશરે 3 કિલોમીટર દૂર થોરાળા ડેમની અંદરથી મૃતદેહ મળી આવતા પોલીસે પીએમ અર્થે વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ દુર્ઘટનામાં
ગોંડલના શાસ્ત્રી નગરમાં રહેતા અને કારખાનું ધરાવતા 70 વર્ષીય ભીખાભાઈ ધનજીભાઈ ડોબરીયા
પોતાના રાજિંદા નિત્યક્રમ મુજબ કારખાને જઈ રહ્યા હતા ત્યારે શોર્ટકટ રસ્તે તેલ હોકરા
નદીના કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં કાર આગળ વધારતા પાણીમાં તણાઈ ગયા હતા અને
આ બનાવ અંગે વીરપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.જી. રાઠોડ, રાજકોટ જિલ્લા જઙ વિજયાસિંહ ગુર્જર
તેમજ જેતપુર મામલતદાર એમ.બી. પટોડિયા સહિતની ટીમોએ ઘટનાસ્થળે દોડી આવી ભારે જહમત બાદ
શોધખોળ હાથ ધરી હતી, જેનાં કારણે પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે.