ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સંકેત
નવી
દિલ્હી, તા.24: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક સદી જૂની પ્રતિષ્ઠિત એશિઝ ટેસ્ટ
શ્રેણીનો એકાદ મેચ ભારતની ધરતી પર રમાડવાની યોજના બની રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
(સીએ)ના કાર્યકારી અધિકારી ટોડ ગ્રીનબર્ગે આ મતલબનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે
કે ભારતના આકર્ષક બજારને જોતા અમે આ મામલે વિચાર કરી શકીએ છીએ. અમે તમામ વિકલ્પ ખુલ્લા
રાખ્યા છે. અમારા બીસીસીઆઇ સાથે સારા સંબંધ છે. આ મામલે ઇસીબી (ઇંગ્લેન્ડ ક્રિકેટ)
બોર્ડ સાથે પણ વાતચીત થશે.
ઇંગ્લેન્ડ
અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1882થી એશિઝ ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પાછલી એશિઝ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં
રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાનો 4-1ના અંતરથી વિજય થયો હતો. હવે 2027માં ઈંગ્લેન્ડની
ધરતી પર એશિઝ સિરીઝ રમાવાની છે. આ ટકકરની 1પ0મી વર્ષગાંઠ નિમિતે બન્ને ટીમ આવતા વર્ષે
માર્ચમાં મેલબોર્નમાં એક પિન્ક બોલ ટેસ્ટ પણ રમવાની છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે સીએ દ્વારા હાલમાં બિગ બેશ લીગનો ઓપનિંગ મેચ ભારતમાં ચેન્નાઇ
ખાતે આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.