• રવિવાર, 26 જુલાઈ, 2026

અજાબ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખસ ઝડપાયો

કેશોદ, તા.25: કેશોદ નજીક આવેલા અજાબ ગામ પાસે પસાર થતાં બોળી ગઢાળી ચોકડી પાસેથી કેશોદ પોલીસને અંધારામાં રાખી જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. જે.કે. ગરચર, કોન્સ્ટેબલ રવી ધોળકિયા, સાજીદખાન બેલીમ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં હતાં ત્યારે બાતમી મળી હતી કે, અજાબ ગામ પાસે બોડી ગામ તરફથી એક શખસ કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવી રહ્યો છે. જેથી બોળી ગઢાળી ચોકડી પાસે વોચમાં રહેલી પોલીસની ટીમે કાર આવતી નજરે પડતાં રોકાવી હતી. કારની ડેકી ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂ.62,208ની કિંમતની 384 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ મળીને કુલ રૂ.3,72,208નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક હિતેશ ભીમાભાઈ માલમને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો જૂનાગઢના જયેશ સરેણા પાસેથી લાવ્યાં હોવાની આરોપીએ કબૂલાત કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં હિતેશ માલમ અને જયેશ સરેણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક