• શનિવાર, 25 જુલાઈ, 2026

જૈશ-એ-મોહમ્મદના 10 આતંકી જેલ હવાલે

રિમાન્ડ પૂર્ણ થતા આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરાયા’તા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.24: જૈશ-એ-મોહમ્મદના 10 સંદિગ્ધ આતંવાદીના પોલીસ રિમાન્ડ પૂરા થતા આજે તેમને મહેસાણા જિલ્લાની કડી ખાતે આવેલી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તમામ શંકાસ્પદ આતંકીઓને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. 

ગુજરાતમાંથી ઝડપાયેલા આ સંદિગ્ધ આતંકીઓએ જેહાદી માનસિકતાને ફેલાવવા માટે વધુ યુવકોનું બ્રેઈન વોશ કરી તેમને પોતાની સાથે જોડવા ત્રણ જેટલી દાવત (બેઠક) પણ યોજી હતી. આઠ જેટલા સ્થળોએ બ્લાસ્ટનું પરિક્ષણ કર્યું હતું તેમજ ખતરનાક ઝેરી ગેસ બનાવવા સહિત બોમ્બ બનાવવાની સામગ્રી પણ તેમની પાસેથી મળી આવી હતી. દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી ષડયંત્રના આરોપ હેઠળ તમામ આરોપીઓની અગાઉ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતા કાયદાકીય પ્રક્રિયા મુજબ તમામ 10 આતંકીને કડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પૂછપરછ અને પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ હોવાથી પોલીસ અને તપાસ એજન્સી દ્વારા આરોપીઓના વધુ રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી આવી નહતી. કોર્ટ સમક્ષ પોલીસ અને એજન્સીએ વધુ રિમાન્ડની માગ નહીં કરતા કોર્ટે 10 આતંકીને જેલ હવાલે મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ ચુસ્ત બોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ આતંકીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા આગળની ચાર્જશીટ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026