• રવિવાર, 26 જુલાઈ, 2026

બુમરાહ-શ્રેયસ સહિત 8 ખેલાડી નહીં રમે વિન્ડિઝ સામે શ્રેણી

એશિયન ગેમ્સ અને વિન્ડિઝ વન ડે શ્રેણી સમાન સમયે હોવાથી બીસીસીઆઇએ પસંદ કરવી પડશે બે અલગ અલગ ટીમ

નવી દિલ્હી, તા. 25 : સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ સામે થનારી ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા પોતાના ઘણા પ્રમુખ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. જેનું મુખ્ય કારણ એશિયન ગેમ્સ 2026 છે. જેની ક્રિકેટ પ્રતિયોગિતા અને વેસ્ટ ઇન્ડિઝ સામે વન ડે શ્રેણી લગભગ એક જ સમયે આયોજિત

થવાની છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન થવાની છે જ્યારે જાપાનમાં થનારી એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ પ્રતિયોગિતા 24 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર વચ્ચે ચાલશે. બન્ને ટૂર્નામેન્ટની તારીખો સાથે હોવાનાં કારણે ભારતીય પસંદગીકર્તાઓને બે અલગ અલગ ટીમ તૈયાર કરવી પડશે.

એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવેલી ટી20 ટીમમાં સામેલ કુલ 8 ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ સામે વન ડે શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ યાદીમાં શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડી સામેલ છે. આઠ પ્રમુખ ખેલાડીઓની ગેરહાજરી પસંદગીકર્તા માટે પડકાર બનશે પણ તેમાં અમુક યુવા અને અનુભવી ખેલાડીઓ માટે ટીમમાં જગ્યા બનાવવાની તક પણ રહેશે. આવા ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષ દુબે, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને આયુષ બદોની સામેલ છે. આમાથી અમુક ખેલાડીઓને વન ડે રમવાનો સારો અનુભવ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક