જામનગર,તા.26: ગુજરાતમાં 2020 માં લેન્ડગ્રેબીંગ એકટ અમલમાં આવ્યો છે આ કાયદા તળેની સીધી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતી નથી પરંતુ આ કાયદા તળેનો જમીનના દબાણ (લેન્ડ ગ્રેબીંગ) નો કેસ સ્પેશ્યલ અદાલતમાં ચાલે છે. પરંતુ આ કેસની પોલીસ ફરિયાદ નોંધાવવી કે કેમ એ નિર્ણય ફરિયાદીનો નથી. પરંતુ જિલ્લા કલેકટર, ડી.એસ.પી, ડી.ડી.ઓ.પી.ડબલ્યુ.ડી. ના હેડ સહીતના અધિકારીઓની આ કાયદા- નીચે રચાયેલી સમિતિ નિર્ણય કરે છે.
કૃષ્ણ આયુષ વિશ્વ વિદ્યાલય કુરૂક્ષેત્રના
વાઈસ ચાન્સેલર ડો. કરતારાસિંગ તાનાસિંગ ધીમાન અગાઉ જામનગરમાં રહેતા હતા ત્યારે વિરલ
બાગ પાસેનો પોતાનો ફલેટ લાલુભા માનસંગ જાડેજાને માસિક રૂા. 11,000ના ભાડાથી 11 માસ
માટે આપેલો. બાદમાં વધુ 11 માસ માટે કરાર લંબાવેલો. બાદમાં ફલેટ ખાલી કરવા જણાવતા લાલુભા
માનસંગ જાડેજાએ ફલેટ ખાલી કરેલ નહી અને ડો. કરતારાસિંગ દિલ્લી જતા રહેલા હોય મની ઓર્ડરથી
ભાડુ મોકલેલું.
બાદમાં 2021 ના અરસામાં ડો. કરતારાસિંગે
લાલુભા જાડેજા સામે લેન્ડગ્રેબીંગ અંગેની અરજી જામનગર કલેકટરમાં કરેલી. આ અરસામાં લાલુભા
જાડેજાએ પોતે કાયદેસરના ભાડુત હોય જામનગર દિવાની અદાલતમાં દિવાની દાવો કરેલો હતો. આ
કારણે લેન્ડ ગ્રેબીગની અરજી અંગે કલેકટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી સમિતિએ ફરિયાદ કરવા
ઠરાવ કર્યો નહી. ભાડુતે કરેલો દાવો દિવાની અદાલતે રદ કરતા ફરીથી ડો. કરતારાસિંગે લેન્ડ
ગ્રેબીગની ફરીયાદ કલેકટર કચેરીમાં કરેલી. આ દરમ્યાન પ્રાંત અધિકારી દ્વારા લાલુભા જાડેજાને
લેન્ડ ગ્રેબીગની અરજી બાબતે બોલાવવામાં આવતા જામનગર દિવાની અદાલત અને જિલ્લા અદાલતમાં
પક્ષકારો વચ્ચે ચાલતા કેસોની વિગતો રજુ કરેલી. લાલુભા માનસંગ જાડેજાએ વકીલ વી.એચ. કનારા
મારફત કલેકટરના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલી સમીતી અને તેના અધિકારીઓ પક્ષકારોના દિવાની
ટાઈટલ નકકી કરી શકે નહી કે જે તે કબ્જેદારને જગ્યા ખાલી કરાવી શકે નહી આ સમીતીને ન્યાયીક
નિર્ણય કરાવનો અધિકાર નથી માત્ર વહીવટી સ્વરૂપની અને ચકાસણી કરી શકાય તેવી પ્રાથમીક
ઈન્કવાયરીનો અધીકાર છે. સક્ષમ અદાલતોમાં દિવાની તકરારો ચાલુ હોય ત્યારે આ સમીતી લેન્ડ
ગ્રેબીગની ફરીયાદ કરવા નિર્ણય કરી શકે નહી. આ અધિકાર માત્ર આ કાયદા તળે રચાયેલી વિશેષ
અદાલતનો છે.
અરજદારે રજુ કરેલા દાવામાં પ્રાથમીક સુનવણી બાદ વિશેષ
અદાલતના ન્યાયધીશ વી.પી. અગ્નવાલ અરજી રજીસ્ટરે લઈ સમિતિ અને મકાન માલીકને આ તકરાર
અંગે નોટીસ પાઠવી છે. સુનવણીની તા. 08/08/2026 ના રોજ રાખવામાં આવી છે.