વડાપ્રધાન મોદીએ કરી ઘોષણા : ટાસ્ક ફોર્સના રિપોર્ટના આધારે પરીક્ષાને વધુ પારદર્શક અને વિશ્વાસપાત્ર બનાવાશે
નવીદિલ્હી,
તા.26 : પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી અને જેન-ઝીનું આંદોલન સમેટાયા બાદ આજે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને તેની પારદર્શકતા વધારવા
માટે એક ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવાની ઘોષણા કરી હતી. આ ઉચ્ચસ્તરીય કાર્યસમૂહ
ટેકનોલોજી તજજ્ઞ નંદન નીલેકણીનાં નેતૃત્વમાં રચવામાં આવી છે.
મોદીએ
આજે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો જારી કરીને કહ્યું હતું કે, મિત્ર વિદ્યાર્થીઓના
ભાવિ માટે ભારત સરકાર સતત અનેક પગલાં ભરી રહી છે. જે લોકોને છાત્રોનાં ભવિષ્ય સાથે
ખિલવાડ કર્યો તે હવે જેલમાં સડી રહ્યા છે. અમે ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી ચૂક્યા છીએ.
સંસદમાં પણ કઠોર જોગવાઈ સાથે નવો કાયદો ઘડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. તેમ છતાં
છાત્રોનાં ભવિષ્ય વિશે વિચારવાનું છે. આપણી પરીક્ષા પદ્ધતિ અને વ્યવસ્થા વિશ્વાસપાત્ર,
પારદર્શક બને અને તેમાં ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ થાય તેવી બનાવવી જરૂરી છે. જેને
ધ્યાને રાખીને જગવિખ્યાત ટેકનોલોજીવિદ્ નંદન નીલેકણીનાં નેતૃત્વમાં એક હાઈપાવર ટાસ્કફોર્સ
રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પરીક્ષા સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને આવનારી
પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેનાં રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે.
-------
યુવાનોએ
દેશનું માન વધાર્યું : મોદી
મન
કી બાતમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે વીર જવાનોને પણ નમોનાં નમન
નવી
દિલ્હી, તા. 26 : આપણા યુવાનો ભારત દેશનું નામ રોશન કરીને માન વધારી રહ્યા છે, તેવું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 136મા એપિસોડમાં દેશને સંબોધતાં જણાવ્યું હતું.
કારગિલ
વિજય દિવસના અવસરે વીર જવાનોને નમન કરતાં નમોએ કહ્યું કે, કારગિલ વિજય દિવસ એવી તારીખ
છે, જેને યાદ રાખવા માટે દિવસ યાદ રાખવાની જરૂર નથી.
યુવાન
પ્રતિભાઓને પોંખતાં મોદી બોલ્યા હતા કે, ચાલુ મહિને ફિઝિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજી
તેમજ મેથ્સ ઓલમ્પિયાડમાં ભારતીય ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું.
વીતેલા
રવિવારે વીક્રમ-1નું સફળ પ્રક્ષેપણ દરેક ભારતીય માટે ગૌરવની ઘટના બની રહી હતી, તેવું
પણ તેમણે ઉમેર્યું હતું.
ભારતના
યુવાન સંશોધકોએ દેશનું પ્રથમ ખાનગી રોકેટ છોડીને અવકાશમાં ઇતિહાસ રચી દીધો છે.
વિકસિત
ભારતનું આ પ્રથમ ખાનગી રોકેટ છોડવા બદલ સ્કાઈરૂટ એરોસ્પેસને વડાપ્રધાને વધામણી આપી
હતી.