• સોમવાર, 27 જુલાઈ, 2026

પ્રહલાદ જોશીએ સંભાળી શિક્ષા મંત્રાલયની જવાબદારી રવિવારે જ બોલાવી અધિકારીઓની સંક્ષિપ્ત બેઠક

નવી દિલ્હી, તા. 26 ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે શિક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી લીધી હતી. તેમણે મંત્રાલયના અધિકારીઓ સાથે તાત્કાલિક એક સંક્ષિપ્ત બેઠક પણ કરી હતી. સીજેપીના આંદોલન બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

કોકરોચ જનતા પાર્ટી અને છાત્રોના 36 દિવસના આંદોલન બાદ શનિવારે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પ્રહલાદ જોશીને નવા શિક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે રવિવારે પદ સંભાળતાની સાથે અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી.

પ્રહલાદ જોશી ભાજપમાં ખુબ અનુભવી નેતા તરીકેની ઓળખ રાખે છે. ઉપરાંત સંસદની કામગીરી દરમિયાન પણ ખુબ સક્રિય રહે છે. તેઓ લાંબા સમય સુધી આરએસએસ સાથે જોડાયેલા રહ્યા હતા અને સંગઠનમાં તેમની પકડ સારી માનવામાં આવે છે. જોશીએ રાજનીતિની શરૂઆત કર્ણાટકના ધારવાડ જીલ્લાથી કરી હતી. જયાં પાર્ટી માટે ખુબ કામ કર્યું હતું અને તેનું ઈનામ 2004ની સામાન્ય ચૂંટણીમાં મળ્યું હતું. તેઓ 2004મા પહેલી વખત ધારવાડથી જીતીને લોકસભા પહોંચ્યા હતા. તેઓએ સતત પાંચ ચૂંટણીમાં જીત મેળવી છે અને 22 વર્ષથી લોકસભા સાંસદ છે.

=================

તો ફક્ત શરૂઆત છે અભિજીત દીપકે

નવીદિલ્હી,તા.26 શિક્ષામંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે જંતર-મંતરે પોતાનું આંદોલન સમેટી લીધું હતું અને ત્યાર બાદ આજની સવારે ઉંઘ પૂરી કરીને અભિજીત દીપકેએ ઉઠતા વેંત સોશિયલ મીડિયામાં એક વિડીયો જારી કર્યો હતો અને કહ્યું હતું કે, આજે બરાબર ઉંઘ થઈ. તેણે ઈશારામાં સંકેત પણ આપી દીધો હતો કે, તેનાં પક્ષની રાજકીય શરૂઆત થઈ ચૂકી છે અને તે હવે અટકવાની નથી. તેણે આમાં કહ્યું હતું કે, તો ફક્ત શરૂઆત છે અને સીજેપીને હજી બહુ દૂર સુધી જવાનું છે. દીપકેએ વિડીયોમાં કહ્યું હતું કે, ગૂડ મોર્નિંગ, આજે બહુ સારું લાગી રહ્યું છે. ઘણાં દિવસો પછી આરામથી સૂઈ શક્યો છું. આજે વિચાર નથી આવતો કે સાંજે શું થશે? કોઈ તનાવ નથી અને જે છેલ્લા 37 દિવસોમાં જે બન્યું તે કંઈ આસાન નહોતું. હું બધાને ધન્યવાદ આપવાનું ભૂલી ગયો હતો અને હવે બધાને ધન્યવાદ પાઠવું છે. તો કેવળ શરૂઆત છે અને કોકરોચ જનતા પાર્ટીએ હજી બહુ દૂર સુધીની મજલ કાપવાની છે. જયહિન્દ.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદના ઈજનેર યુવાનનું કેનેડામાં કાર અકસ્માતમાં મૃત્યુ રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બન્યો બનાવ July 27, Mon, 2026