• સોમવાર, 27 જુલાઈ, 2026

હળવદના કવાડિયા ગામે જમીનના ખોટા દસ્તાવેજો બનાવી મહિલાએ 7.90 લાખનું ધિરાણ મેળવી લીધું

મૃત્યુ પામેલા કાકાની જમીનમાં ખોટું સોગંદનામું અને મરણ દાખલા રજૂ કરી છેતરાપિંડી આચર્યાનો પર્દાફાશ

મોરબી,તા.26: હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા 66 વર્ષીય વૃદ્ધે હળવદ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી ચંપાબેન દેવજીભાઈ કોળી (રહે. કવાડિયા, હાલ રહે. ધ્રાંગધ્રા) દ્વારા ફરિયાદીના મૃત્યુ પામેલા કાકા અવચરભાઈ કે જેઓ અવિવાહિત હતાની કવાડિયા ગામની સર્વે નંબર 265 પૈકી 36 વાળી જમીનમાં પોતાનું નામ ગેરકાયદે દાખલ કરવા માટે મોટું કાવતરું રચવામાં આવ્યું હતું.

    આ કૌભાંડમાં આરોપીએ અવચરભાઈ અને તેના વારસદારોના નામે ખોટું સોગંદનામું તૈયાર કરાવ્યું હતું તથા જીવા ગ્રામ પંચાયતમાંથી અવચરભાઈ અને અન્ય વારસદારોના ખોટા મરણના દાખલાઓ પણ કઢાવી લીધા હતા. આ ખોટા પુરાવાઓ કવાડિયાના તલાટી સમક્ષ રજૂ કરીને અવચરભાઈનો ખોટો પેઢી આંબો બનાવી જમીનમાં પોતાનું નામ દાખલ કરી દીધું હતું અને ત્યારબાદ તે જ જમીન પર રૂ. 7,90,000 નું કૃષિ વિષયક ધિરાણ મેળવી જમીન પર બોજો ઊભો કરી ઠગાઈ આચરી હતી. આ સમગ્ર મામલે મશરૂભાઈ તીકુભાઈ લોદરીયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી ચંપાબેન દેવજીભાઈ કોળી તથા તપાસમાં ખુલે તે અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક