1.7 ટન માદક પદાર્થ બોર્ડર સર્વિસ એજન્સીએ જપ્ત કર્યા : કુલ 19ની ધરપકડ
નવી
દિલ્હી, તા. 26 : કેનેડાના ઓંટાલિયોમાં સીમા પાર ચાલી રહેલા એક મોટા અવૈધ માદક પદાર્થ
તસ્કરી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેમાં કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ 1.7 ટન ડ્રગ્સ
જપ્ત કર્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 139 મિલિયન ડોલર એટલે કે આશરે 13.42
અબજ રૂપિયા કિંમત આંકવામાં આવી છે.
પ્રોજેક્ટ
બે નામના વિશેષ અભિયાન હેઠળ પોલીસે વિંડસર, લાસેલ, કોરન્ના, બ્રેમ્પટન, માર્ખમ અને
કેલેડન સહિત ઓંટારિયોના ઘણા ક્ષેત્રોમાં એકસાથે 22 સ્થળે દરોડો પાડયો હતો અને 19 આરોપીની
ધરપકડ કરી હતી. જેમાં ભારતીય મૂળના ઘણા ટ્રક ચાલક સામેલ છે.
ભારતીય
મૂળના વ્યક્તિઓની ઓળખ ગગનદીપ થિંડલ, સિમરનજીતસિંહ, કંવરપાલ કુલાર, જતિંદરપાલ સિંહ,
જસવિંદર સોહી, તેજવિંદર સંધૂ, હરજવિંદર સંધૂ, તરમિંદર સિંહ, ગુનદીપ તારિવાલ, મહકપ્રીત
સિંહ અને કરણદીપ સિંહ તરીકે થઈ છે.
કેનેડા
બોર્ડર સર્વિસ એજન્સીએ માહિતી આપી હતી કે અધિકારીઓએ સંદિગ્ધ કોકેઈન, મેથમ્ફેટામાઈન
અને અફીણ સહિત 1.7 ટન અવૈધ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અનુમાનિત કિંમત 139 મિલિયન
ડોલર ગણવામાં આવી રહી છે. પોલીસે 973 કિલો કોકેઈન, 600 કિલો મેથમ્ફેટામાઈન, 49 કિલો
અફીણ અને 230 ઓક્સીકોડોનની ગોળી જપ્ત કરી હતી.
આ
ઉપરાંત પોલીસે 17 હથિયાર બરામદ કર્યા હતા. જેમાં ટેંક વિરોધી રાઈફલ, રોકડ, કિંમતી આભૂષણ,
મની કાઉન્ટર, એક વાહન, 43 સેલ ફોન અને છ લેપટોપ પણ સામેલ છે. તપાસમાં વાણિજ્યિક પરિવહન
ક્ષેત્રમાં દલાલીનું મોડેલ સામે આવ્યું છે. જેમાં અવૈધ દવાઓની સીમા પાર આવકજાવકને સુવિધાજનક
બનાવવા સ્થાપિત સંપર્કનો લાભ લેવાતો હતો. અવૈધ વસ્તુઓને જાણીજોઈને લઈ જવા ડ્રાઈવરોની
વ્યવસ્થા કરવાનું નેટવર્ક પણ સામેલ હતું.