• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અભ્યાસ માટે લોન લેનાર આદિત્યાણાની યુવતી સાથે 13 લાખની ઠગાઈ

સુરતના શખસે કંપનીમાં રકમ જમા કરાવવાના બદલે સાથી મહિલા કર્મચારીના ખાતામાં ટ્રાન્સફર કરાવી 

પોરબંદર, તા.29: આદિત્યાણા ગામની એક યુવતીને લંડન અભ્યાસ માટે જવું હોય સુરતના શખસે લોન કરાવી આપ્યા બાદ તેના હપ્તાની રકમ કંપનીના એકાઉન્ટને બદલે તેની સાથે કામ કરતી યુવતીના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા યુવક અને યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. 

આદિત્યાણા ગામે રહેતા ફરિયાદી જયાબેન પોપટભાઈ ખુંટી નામના મહિલાની પુત્રી ક્રિષ્નાને અભ્યાસ અર્થે લંડન જવાનું હોવાથી પુત્રીના નામે ક્રેડીલા કંપનીમાંથી 25 લાખ અને બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી 5 લાખની લોન લીધી હતી. બાદમાં ક્રિષ્ના લંડન જતી રહી હતી. થોડા દિવસો બાદ સુરત રહેતા જયદીપ રામાણીએ ક્રિષ્નાને ફોન કરીને જણાવ્યું હતું કે, જો તમે લોનની 50 ટકા કરતા વધુ રકમ એક સાથે ભરી આપસો તો લોનના વ્યાજની ટકાવારી ઓછી થઇ જશે. તેવવી સ્કીમ ક્રેડીલા બેંકમાં આવી છે. જેથી ક્રિષ્નાએ તેની માતાને વાત કરી હતી અને બાદમાં ફરિયાદીના પતિએ રૂ.13 લાખ જમા કરાવ્યા હતા. 

લોનના હપ્તાની રકમ ભરવા માટે જયદીપ રામાણીએ ક્રેડીલા કંપનીના એકાઉન્ટને બદલે તેની સાથે કામ કરતી યુવતી મૌલી બાબુભાઈ તળાવીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. બાદમાં જયદીપ અને મૌલી સાથે લોન રકમ જમા થયાની પહોંચ માંગતા યોગ્ય જવાબ આપ્યો નહતો. બેંકમાં તપાસ કરાવતા આવી કોઈ સ્કીમ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદી જયાબેન પોપટભાઈ ખુંટીએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જયદીપ અને મૌલી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક