અમરેલી, તા. 10: અમરેલીથી લીલિયા તરફ જઈ રહેલી મુસાફર ભરેલી બોલેરોને લીલિયા નજીક અકસ્માત નડયો હતો. લીલિયા 66 કેવી નજીક પહોંચતા બોલેરોના ચાલકે સ્ટિયારિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
અકસ્માતમાં
બોલેરોમાં સવાર કુલ 14 મુસાફરમાંથી 9ને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના
લોકો સહિતની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ
ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન અકસ્માતમાં એક આધેડને ગંભીર ઈજા પહોંચી હોવાનું
જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા
હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે થોડા સમય માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની
વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.