• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સુરત રાગિંગનો ઘટસ્ફોટઃ રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં ચાર સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ

80થી વધુ જુનિયર ડૉક્ટરોના નિવેદન બાદ માનસિક ત્રાસની પુષ્ટિ; ઇંઘઉ સહિત ચાર ફેકલ્ટીને શો-કોઝ નોટિસ

મોડાસામાં શોકનું મોજું, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, મોડાસા તા. 10 સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન ડૉ. હર્ષ પંડ્યાને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા માનસિક ત્રાસ અને રાગિંગ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની ગંભીરતાને પગલે હોસ્પિટલ અને કોલેજ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરી ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ  ઘટનાને ગંભીરતાથી લઈ વિશેષ તપાસ કમિટી રચી હતી. મંત્રીની સૂચના બાદ કમિટીએ રાત-િદવસ કામગીરી કરીને માત્ર 24 કલાકમાં તપાસ પૂર્ણ કરી હતી. તપાસ દરમિયાન પ્રથમ વર્ષના 80થી વધુ જુનિયર ડૉક્ટરોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી હતી, પરંતુ સહઅધ્યાયીઓના નિવેદનોમાં સિનિયર ડૉક્ટરો દ્વારા માનસિક હેરાનગતિ અને ટોર્ચારિંગ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે.

કમિટીના અહેવાલ બાદ ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. હિના ભુત, ડૉ. દિક્ષીતા ઘેવરિયા અને ડૉ. નિરાલીને આગામી મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટાચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સંબંધિત વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટીને શો-કોઝ નોટિસ આપી જવાબ માગવામાં આવ્યો છે. રાગિંગ અટકાવવામાં નિષ્ફળતા બદલ પણ જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે.

મોડાસાના વતની અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડૉ. હર્ષ પંડ્યાના મૃત્યુથી પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો. મૃતદેહને મોડાસા લઈ જવામાં આવતા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંતિમ યાત્રામાં પણ હજારો લોકો જોડાયા હતા. આશાસ્પદ તબીબના મૃત્યુને પગલે મોડાસા સહિત તબીબી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે.

--------------------

વિદ્યાર્થીઓને રાગિંગ કે હેરાનગતિ થાય તો ડર્યા સંપર્ક કરવા અપીલ આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે જુનિયર ડૉક્ટરોનું અપમાન કે માનસિક ત્રાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે વિદ્યાર્થીઓને રાગિંગ કે હેરાનગતિ થાય તો ડર્યા વગર ડીન, કોલેજ પ્રશાસન અથવા સરકારનો સંપર્ક કરવાની અપીલ કરી હતી. જવાબદાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. મંત્રીએ મૃતક ડૉક્ટરના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિવારને સાંત્વના પાઠવી ન્યાયની ખાતરી આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક