• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

અમરેલી અને જૂનાગઢમાં મેઘરાજાની ફરી પધરામણી

બાબરા, અમરેલી, બગસરા, સાવરકુંડલા, જાફરાબાદ અને જૂનાગઢ પંથકમાં વરસાદી ઝાપટાં

(ફૂલછાબ ન્યુઝ)

અમરેલી, જૂનાગઢ, તા. 10 સૌરાષ્ટ્રમાં છેલ્લા દસેક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન આજે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અમરેલી જિલ્લાના બાબરા પંથકથી શરૂ થયેલો વરસાદ અમરેલી, બગસરા, સાવરકુંડલા અને જાફરાબાદ સુધી પહોંચ્યો હતો.

બાબરા શહેર સહિત લુણકી, ઇંગોરાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ચોમાસુ વાવેતર માટે ખેડૂતોમાં આશા જાગી છે. ત્યારબાદ અમરેલી અને બગસરા પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડÎ હતા. બગસરાના હડાળા, વાઘણીયા, પીપરિયા અને જેઠિયાવદર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા શહેરમાં વરસાદી છાંટા પડÎ હતા, જ્યારે વંડા, શેલણા, મોટા ભમોદરા અને ઘોબા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ, માળિયા અને વંથલીમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડÎ હતા. છેલ્લા દસેક દિવસથી વરસાદના અભાવે ખેતરોમાં પાક મૂરઝાવાની સ્થિતિ સર્જાઈ હતી. હવે વરસાદ શરૂ થતાં જમીનમાં ભેજ જળવાઈ રહેવાની સાથે ચોમાસુ પાકને ફાયદો થવાની ખેડૂતોમાં આશા બંધાઈ છે. વરસાદથી ગરમીમાં પણ રાહત મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક