ઉતાવળે મિસાઈલ ઉત્પાદન વધારવા માટે કંપનીઓને રક્ષા મંત્રાલયનો નિર્દેશ
નવી દિલ્હી,
તા.10ઃ
અમેરિકી રક્ષા
મંત્રાલયે(પેન્ટાગોન)પોતાનાં
દેશની શત્ર
ઉત્પાદક કંપનીઓને
મિસાઈલોનાં ઉત્પાદનમાં
ઝડપ વધારવાનો
નિર્દેશ આપ્યો
છે. ઈરાન
યુદ્ધમાં ઘટી
ગયેલા મિસાઈલનાં
ભંડારને ફરીથી
ભરવાં માટે
અમેરિકાને આવું
કરવું પડી
રહ્યું છે.
વોશિંગ્ટન સ્થિત
થિંક ટેન્ક
સીએસઆઈએસનાં એક
રિપોર્ટ અનુસાર
ઈરાન સાથેનાં
તાજેતરનાં યુદ્ધમાં
અમેરિકાએ મિસાઈલ
ઈન્ટરસેપ્ટરનો મોટાપાયે
ઉપયોગ કર્યો
હતો. યુદ્ધ
પહેલા અમેરિકા
પાસે 2330 પેટ્રિયટ
ઈન્ટરસેપ્ટર હતાં.
જે એપ્રિલમાં
યુદ્ધવિરામનાં સમયે
ઘટીને 1030 રહી
ગયા હતાં.
તાજેતરમાં ફરીથી
થયેલા ઘર્ષણમાં
તેનો જથ્થો
ઘટીને 759થી
827 વચ્ચે આવી
ગયો હતો.
જે યુદ્ધ
પહેલાની સ્થિતિ
કરતાં 65 ટકા
ઓછો ભંડાર
છે.
આવી જ
રીતે થાડ
ઈન્ટરસેપ્ટરની સંખ્યા
યુદ્ધ પહેલા
452 હતો અને
તે ઘટીને
232થી 262 જેટલી
થઈ ગઈ
છે. એટલે
કે આમાં
પણ 38 ટકા
જેટલો ઘટાડો
થઈ ગયો
છે. આ
રિપોર્ટમાં એવી
પણ ચેતવણી
આપવામાં આવી
હતી કે,
મિસાઈલોની તંગીનાં
કારણે અમેરિકા
અને તેના
સહયોગીઓને હવાઈ
સુરક્ષામાં મોટા
જોખમોનો સામનો
કરવો પડી
શકે છે.