• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

હર્ષ સ‘ઘવી મુખ્યમ‘ત્રી, ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ બનશે એવી પોસ્ટ કરનાર સામે ગુનો નોંધાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.24 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમત્રી હર્ષ ઘવી વિશે કથિત રીતે ખોટા સમાચાર પોસ્ટ કરવા અને ફેલાવવા બદલ એક શખસ સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા એક્સમા પોસ્ટમા શખસે દાવો કરતા કહ્યુ હતુ કે, હર્ષ ઘવીને ગુજરાતના મુખ્યમત્રી બનાવવામા આવશે અને ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામા આવશે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે પવન ત્યાગી નામના એક્સ યુઝરના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામા આવી હતી. પોસ્ટમા હિન્દી ભાષામા એવો દાવો કરવામા આવ્યો હતો કે, ગુજરાતના નાયબ મુખ્યમત્રી હર્ષ ઘવીને ગુજરાતના મુખ્યમત્રી બનાવવામા આવશે અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યપાલ બનાવવામા આવશે. પોલીસે જણાવ્યુ હતુ કે પોસ્ટ કથિત રીતે મુખ્યમત્રી અને નાયબ મુખ્યમત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને મુખ્યમત્રીના ધારણીય પદની મર્યાદાને નબળી પાડવાના હેતુથી કરવામા આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટ બાબતે માત્ર સામાન્ય અફવા તરીકે નહીં પરતુ કથિત રીતે ખોટુ ઇલેક્ટ્રોનિક લખાણ બનાવીને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવાના બનાવ તરીકે લઈને તપાસ ચાલુ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક