• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

જયસ્વાલ અને ફર્નાન્ડો પર ઈંઈઈની કડક કાર્યવાહી મેચ ફીનો 25-25 ટકા દંડ અને 1-1 ડિમેરિટ પોઇન્ટ

કોલંબો, તા.24 શ્રીલંકા અને ભારત વચ્ચેના બીજા ટેસ્ટના પહેલા દિવસે આઇસીસી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી શારીરિક સંપર્ક સાથે ઝઘડો કરનાર યશસ્વી જયસ્વાલ અને અસિતા ફર્નાન્ડો પર દંડ થયો છે. આઇસીસીએ કડક કાર્યવાહી કરતા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો પર મેચ ફીનો 2 ટકા દંડ કર્યો છે. ઉપરાંત બન્નેના ખાતામાં 1-1 ડિમેરિટ પોઇન્ટ જોડયા છે. બન્ને વચ્ચે ભારતની ઈનિંગની 17મી ઓવરમાં ટકરાવની ઘટના બની હતી. યશસ્વી આઉટ થયા બાદ ફર્નાન્ડોએ તેની ઉશ્કેરણી કરી હતી. આથી યશસ્વીએ પાછા વળી બોલાચાલી કરી હતી અને તેની હેલમેટ ફર્નાન્ડોના માથા સાથે સાથે અથડાવી હતી.

આઇસીસી મેચ રેફરીએ કહ્યંy છે કે બન્નેનો પહેલો અપરાધ હોવાથી 2-2 ટકા મેચ કાપી લેવાનો દંડ થયો છે અને 1-1 ડિમેરિટ પોઇન્ટ આપ્યા છે. બન્નેએ દિવસની આખરમાં પોતાની ભુલ રેફરી સમક્ષ સ્વીકારી લીધી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક