75 દેશના વિઝાની પ્રક્રિયા રોકવાની નીતિ અમેરિકી કોર્ટે ફગાવી દીધી
વાશિંગ્ટન, તા. 23 ઃ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને કોર્ટે આંચકાઓ આપવાનું બંધ કર્યું નથી. એકબાજુ ટ્રમ્પ મનમાની કરતાં આદેશો આપતા ગયા છે તો બીજી બાજું અમેરિકન કોર્ટ તેમના આ પ્રકારના મોટાભાગના આદેશો ફગાવવા લાગી છે. આવો જ વધુ એક આદેશ અમેરિકન કોર્ટે આપ્યો છે, તેમાં ટ્રમ્પે અફઘાનિસ્તાન, ઇરાન, રશિયા અને સોમાલિયા સહિત 75 દેશોના વિઝાનું પ્રોસાસિંગ સસ્પેન્ડ કર્યું હતું તે પોલિસીને જ અમેરિકન કોર્ટે ફગાવી દીધી છે.ભૂતપૂર્વ પ્રમુખ જો બાયડને નીમેલા અમેરિકન ડિસ્ટ્રીક્ટ જજ જેનેટ વર્ગસે શુક્રવારે ટ્રમ્પની આ નીતિને કાયદાથી વિપરીત અને સત્તાના અતિક્રમણ સમાન ગણાવ્યો હતો. જજનો આદેશ હતો કે, વિદેશ પ્રધાન માર્કો રુબિયો આ પ્રકારની નીતિ જારી કરી તેમની સત્તાને અતિક્રમી ગયા છે.