• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

1998 બાદ સૌથી મોટી ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનારો ખેલાડી બનતો સારાંશ જૈન

કોલંબો તા.23 શ્રીલંકા વિરૂધ્ધના બીજા ટેસ્ટમાં સ્પિનર સારાંશ જૈનને પદાર્પણનો મોકો મળ્યો હતો. કુલદીપ યાદવ નાદુરસ્ત હોવાથી ભારતીય ઇલેવનમાં સારાંશ જૈનનો સમાવેશ થયો હતો. મધ્યપ્રદેશના સ્પિનરે 33 વર્ષ અને 14 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. રવીન્દ્ર જાડેજાએ તેને ટેસ્ટ કેપ અર્પણ કરી હતી. 1998 બાદ ભારત તરફથી સૌથી મોટી ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનારો ખેલાડી સારાંશ જૈન બન્યો છે. પહેલા રોબિન સિંહે 1998માં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ 33 વર્ષ અને 23 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જયારે રાકેશ શુકલાએ 1982માં 34 વર્ષ અને 22 દિવસની ઉંમરે ટેસ્ટ કેપ હાંસલ કરી હતી. ભારત તરફથી સૌથી મોટી ઉંમરે ટેસ્ટ પદાર્પણનો રેકોર્ડ રૂસ્તમજી જમેશદજીના નામે છે. તેમણે 1933માં 41 વર્ષ અને 27 દિવસની વયે તેમનો પહેલો ટેસ્ટ મેચ રમ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક