• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

પુતિનને મળીને મોદીનો ખાસ સંદેશો સોંપતા જયશંકર

નવી દિલ્હી,તા.24: વિદેશમંત્રી એસ.જયશંકરે આજે રશિયાની રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશો આપ્યો હતો.

આ મુલાકાતમાં જયશંકરે કહ્યું હતું કે, કુલ મળીને બન્ને દેશોનો આર્થિક સહયોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી એસસીઓ શિખર સંમેલનમાં આપને મળવા માટે અને પછી બ્રિક્સ શિખર સંમેલન માટે ભારતમાં તમારું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ત્યારબાદ ઉચિત સમયે આપ બન્નેની સુવિધા મુજબ વાર્ષિક શિખર સંમેલન આયોજિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જયશંકર બે દિવસીય સત્તાવાર પ્રવાસે મોસ્કો પહોંચ્યા હતાં. જેમાં તેમણે મોસ્કોમાં ભારત-રશિયા વેપાર, વૈજ્ઞાનિક, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સહયોગ ઉપર આંતર સરકારી આયોગનાં 27મા સત્રની સહઅધ્યક્ષતા કરી હતી. તેમણે રશિયાનાં પ્રથમ ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંટુરોવ સાથે આ બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક