• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

જુરેલની સદીથી ભારત જોરમાં ઃ શ્રીલંકા પર ફોલોઓનનો ખતરો

કોલંબો ટેસ્ટમાં ભારતના 9 વિકેટે 503 ડિકલેરના જવાબમાં શ્રીલંકાએ 8 રનમાં 2 વિકેટ ગુમાવી

કોલંબો, તા.24 શ્રીલંકા વિરુદ્ધના બીજા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ વર્ચસ્વ સાથે વિજય તરફ મક્કમ ગતિએ આગેકૂચ કરી છે. સાતમા ક્રમના બેટધર ધ્રુવ જુરેલની શાનદાર અણનમ સદીથી ભારતે આજે તેનો પહેલો દાવ 9 વિકેટે 03 રન ખડકી ડિકલેર કર્યોં હતો. પછી બીજા દિવસની રમતના અંતે શ્રીલંકાએ કંગાળ શરૂઆત કરીને 8 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તે હજુ ભારતથી 49 રન પાછળ છે અને તેના પર ફોલોઓનનો ખતરો છે. ફોલોઓનથી બચવા શ્રીલંકાએ 304 રન સુધી પહોંચવું પડશે. જે ભારતની બોલિંગ સામે કઠિન કાર્ય છે.

શ્રીલંકાની ઇનિંગની બીજી ઓવરમાં પ્રસિધ્ધ કૃષ્ણાએ ઓપનર લાહિરૂ ઉદારા (1)ને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. નાઇટ વોચમેન પ્રભાસ જયસૂર્યા (2) માનવ સુથારનો શિકાર બન્યો હતો. કામિલ મિશારા રને અણનમ રહ્યો હતો. શ્રીલંકાના 2 વિકેટે 8 રન થયા હતા અને બીજા દિવસની રમત સમાપ્ત થઇ હતી. બીજા દિવસે બે વખત વરસાદનું વિઘ્ન સજાર્યું હતું.

મેચના પહેલા દિવસે દેવદત્ત પડીક્કલ (117)ની સદી બાદ આજે સેકન્ડ વિકેટકીપર ધ્રુવ જુરેલે તેની ટેસ્ટ કેરિયરની બીજી સદી ફટકારી હતી. તે 177 દડામાં 9 ચોક્કા-2 છક્કાથી 11 રને અણનમ રહ્યો હતો. સિવાય ગઇકાલ ઇજાને લીધે રિટાયર્ડ હર્ટ થનાર ઋષભ પંતે 89 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 63 રનની આકર્ષક ઈનિંગ રમી હતી. બન્ને વચ્ચે સાતમી વિકેટમાં 112 રનની ભાગીદારી થઇ હતી. પદાપર્ણ મેચમાં સારાંશ જૈન 6 રન કરી શકયો હતો. માનવ સુથાર 18 અને સિરાજ 3 રને આઉટ થયા હતા. કૃષ્ણા 4 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતે 138 ઓવરમાં 9 વિકેટે 03 રન કરી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક